BJP નેતાનું એલર્ટઃ ‘કર્ણાટક જેવું ગુજરાતમાં ના થાય…’
વલસાડઃ વલસાડના ઉમરગામ બેઠકના ધારાસભ્ય રમણ પાટકરે કર્ણાટકના ચૂંટણી પરીણામોને લઈને ગુજરાત ભાજપને એલર્ટ રહેવાની સલાહ આપી છે. કર્ણાટકમાં નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો નથી અને…
ADVERTISEMENT
વલસાડઃ વલસાડના ઉમરગામ બેઠકના ધારાસભ્ય રમણ પાટકરે કર્ણાટકના ચૂંટણી પરીણામોને લઈને ગુજરાત ભાજપને એલર્ટ રહેવાની સલાહ આપી છે. કર્ણાટકમાં નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો નથી અને કોંગ્રેસે મોટી જીત હાંસલ કરી છે. આગામી સમયમાં હવે 2024માં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે દક્ષીણનો દ્વાર કહેવાતું કર્ણાટક ભાજપના હાથમાંથી સરકી ગયું છે જેના કારણે ગુજરાત ભાજપ જ નહીં પરંતુ ભાજપ હાઈકમાંડ અને ખુદ નરેન્દ્ર મોદીને પણ ચિંતા થઈ છે. હાલમાં જ ગુજરાત ભાજપના નેતા અને ધારાસભ્ય રમણ પાટકરે ગુજરાતમાં પણ કર્ણાટક જેવું ના થાય તે માટે નેતાઓ કાર્યકરોને સલાહ આપતો એક વીડિયો સામે આવ્યો છે.
Exclusive: કેનેડાના એ સ્થળનો Video આવ્યો સામે જ્યાં ભાવનગરના DySP પુત્રની મળી હતી લાશ
શું કહ્યું રમણ પાટકરે?
વલસાડમાં એક કાર્યક્રમમાં હાજરી આપતા દરમિયાન ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે મંચ પરથી સંબોધન કરતી વખતે કહ્યું કે, જો ચૂંટણી સમયે આપેલા વાયદાઓ અને પ્રજાના કામ સમય પર પુરા ન થાય તો ગુજરાતમાં પણ કર્ણાટક જેવું થઈ શકે છે. તેમણે કહ્યું કે અધિકારીઓનું પ્રજાથી અંતર વધશે, પ્રજા નારાજ ના થાય તેને લઈને અધિકારીઓ પણ પ્રજાના કામ સમય પર કરે. નગરપાલિકાના સભ્યોને મારી વિનંતી છે કે લોકોના કામ એક પણ ફરિયાદ આવે તો તે જ દિવસે તેની મુલાકાત લેવી અને સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. નહીં તો પ્રજા અને તંત્ર વચ્ચે અંતર પણ વધી શકે છે તેવો પણ ભય રમણ પાટકર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT