Cyclone Biparjoy: વાવાઝોડામાં ફસાઈ જાઓ તો શું કરશો? શું નહીં? આટલું જાણી લો
ગાંધીનગરઃ ગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તળાઈ રહ્યું છે ત્યારે ન માત્ર ગુજરાત પણ અન્ય રાજ્યોને પણ આ વાવાઝોડાની અસર થશે. ખાસ કરીને હવામાન વિભાગના…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તળાઈ રહ્યું છે ત્યારે ન માત્ર ગુજરાત પણ અન્ય રાજ્યોને પણ આ વાવાઝોડાની અસર થશે. ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દીવ, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર, ગોવા, દમણ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ ઉપરાંત રાજસ્થાનમાં પણ આ વાવાઝોડાની અસરો જોવા મળે તો નવાઈ નહીં. ગુજરાતના દરિયાકાંઠેથી આ વાવાઝોડું લેન્ડફોલ કરવાનું હોવાથી વાવાઝોડાની અસર મોટી જોવા મળી શકે છે. ત્યારે વાવાઝોડા સમયે આપ ક્યારેય ફસાઈ જાઓ તો કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને આપણે વાત કરીશું.
વાવાઝોડા દરમિયાન ધ્યાનમાં લેવા જેવું
ઘરની નજીક કોઈ સુકા ઝાડ કે ડાળખીઓ છે તો તેને દૂર કરી દો, ઉડીને ફંગોળાઈ જાય તેવી વસ્તુઓને દૂર કરી દો. ઘરમાં ખાસ કરીને ટોર્ચ, ઈમર્જન્સીમાં કામમાં આવી શકે તેવો ભોજનનો સામાન, મેડિકલ કિટ વગેરે વસ્તુઓ હાથ વગી રાખો. શક્ય હોય તો એક પોલીથીનની બેગમાં તમામ વસ્તુઓ મુકી દો કે જેથી તે વરસાદમાં પલડી ના જાય અને ઉપયોગ કરી શકાય.
ADVERTISEMENT
કલાકોથી Biparjoy દરિયામાં એક જ સ્થાને સ્થિર થયુંઃ વાવાઝોડું આવશે કે નહીં તેને લઈને અસમંજસ
સરકારી ચેતવણીઓ અને ગાઈડ લાઈન્સને ફોલો કરવા સતત અપડેટેડ રહો. અફવાઓને સાંભળી રિએક્ટ કરવા કરતા તેની સત્યતા સુધી પહોંચો અને અફવાઓને ફેલાતી પણ અટકાવો. નીચાણવાળા વિસ્તારોમાં જો આપ રહેતા હોવ તો તે ઘર ખાલી કરી કોઈ ઊંચા સ્થાને અથવા સરકારી ટુકડીઓએ તૈયાર કરેલા શેલ્ટર હોમમાં આશરો લો. કિંમતી સામાનની જાળવણી જાતે કરવી. ઘરમાંથી સ્થળાંતર કરો છો તો ગેસ સપ્લાય લાઈન અને વીજળીની લાઈનને બંધ કરવાનું ભુલતા નહીં. પાણી અને ખોરાક જરૂરત પ્રમાણે સ્ટોર કરો. કોઈ એક સુરક્ષિત સ્થાને આસરો લીધા પછી જ્યાં સુધી સાયક્લોનનો ખતરો ટળે નહીં ત્યાં સુધી બીન જરૂરી બહાર ના નીકળો. ઘરમાં કોઈ ગર્ભવતી હોય કે જેઓને તે સમયે ડિલિવરીની તારીખો નજીક હોય, કે કોઈ અન્ય મોટી મેડિકલને લગતી જરૂરિયાત હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરો અથવા ડોક્ટરની સલાહ અગાઉથી જ લઈ લો.
શું નહીં કરવામાં ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે કોઈ ઝાડ નીચે કે ખંડીત ઈમારતો નીચે આશરો ના લેશો. જર્જરિત ઈમારતો આવા સમયે વધુ ભયાનક બની શકે છે. વાવાઝોડા પછી જ્યાં સુધી શેલ્ટરહોમ છોડવા જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી શેલ્ટર હોમ ના છોડશો.
ADVERTISEMENT
ADVERTISEMENT