દોષિતોને સ્ટેજ પર સન્માન મામલે બિલકિસ બાનોના પતિએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
શાર્દુલ ગજ્જ, દાહોદ:બિલકિસ બાનો કેસમાં બળાત્કાર અને હત્યાના દોષિત 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. તે જ સમયે બિલ્કીસ…
ADVERTISEMENT
શાર્દુલ ગજ્જ, દાહોદ:બિલકિસ બાનો કેસમાં બળાત્કાર અને હત્યાના દોષિત 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. તે જ સમયે બિલ્કીસ બાનો ઘટનાના દોષિત શૈલેષ ભટ્ટ દાહોદના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.ત્યારે આ મામલે બિલકિસ બાનોએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ વસ્તુ જોઇ અમરમાં ડરનો માહોલ પેદા થઈ ચૂક્યો છે. અને અમે સુપ્રીમ કોર્ટથી આશા રાખીએ છીએ કે ખૂબજ જલ્દી બિલકિસને ન્યાય મળે
બિલકિસ બાનોના પતિ યાકુબે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બિલકિસ બાનોના આરોપી શૈલેષ ભટ્ટ જે સ્ટેજ શેરિંગ થયું છે સ્ટેજ પર રાજકીય સન્માન આપવામાં આવે છે. તેમાં બીજેપી નેતા સાથે મંચ પર હોય તેવું ઘણી વાર બની શક્યું છે. આ વસ્તુ જોઇ અમરમાં ડરનો માહોલ પેદા થઈ ચૂક્યો છે.અને અમેસુપ્રીમ કોર્ટથી આશા રાખીએ છીએ કે ખૂબજ જલ્દીબિલકિસને ન્યાય મળે અને આ લોકોને જેલમાં પાછા મોકલે તેવી આશા રાખીએ છીએ. જસવંત સિંહ ભાભોરે ફોટા ફેસબુક પર મૂક્યા છે તે દેશ અને મીડિયાએ જોયા છે. તે લોકોને કોઈ ડર નથી લાગતો.
ADVERTISEMENT
જાણો શું છે મામલો
‘હર ઘર જલ’ યોજનાને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સીંગવડના કરમડી ગામે કડાણા ડેમથી દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની નવી પાઈપલાઈનનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું હતું. જેમાં ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષ ભાભોર અને અન્ય ભાજપના નેતાઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શૈલેષ ભટ્ટ સ્ટેજ પર બેઠા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT