ડમીકાંડઃ યુવરાજસિંહ આજે ભાવનગર પોલીસ સમક્ષ થશે હાજર, મોટા મંત્રીઓના નામો ખોલશે
ભાવનગરઃ ડમી પરીક્ષાર્થીઓ બેસાડીને સરકારી ભરતીથી લઈને વિવિધ પરીક્ષાઓ પાસ કરીને લાભ ખાંટવાના મામલામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે ખુલાસાઓ કરવામાં આવશે તેવું તેમણે…
ADVERTISEMENT
ભાવનગરઃ ડમી પરીક્ષાર્થીઓ બેસાડીને સરકારી ભરતીથી લઈને વિવિધ પરીક્ષાઓ પાસ કરીને લાભ ખાંટવાના મામલામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે ખુલાસાઓ કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. આજે તેઓ ભાવનગર પોલીસના સીઆરપીસી 160 મુજબના સમન્સને મામલે પોલીસ સમક્ષ હાજર થવાના છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 19મી એપ્રિલે તેમને હાજર થઈ નિવેદન નોંઘાવાનું હતું પરંતુ તે જ દિવસે યુવરાજસિંહના પત્ની બિંદયાબા દ્વારા સોશ્યલ મીડિયા પર જાણકારી આપવામાં આવી હતી કે તેમની તબીયત સારી નથી. તેથી તેઓ આજે પોલીસ સમક્ષ હાજર થઈ શકશે નહીં.
CCTV: બમ્પ કુદતા જ STની પાછળની બારીમાંથી લોકો નીચે પટકાયા, વિકાસના પાલવમાં તકલાદી ટ્રાન્સપોર્ટ
પોલીસના એક્શન અને રિએક્શન પર લોકોની નજર
સમગ્ર મામલામાં યુવરાજસિંહ દ્વારા ભાવનગર પોલીસ પાસે હાજર થવાને લઈને દસ દિવસનો સમય માગવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ દિવસ પછી આજે એટલે કે 21 તારીખે બપોરે 12 કલાકે હાજર રહેવા સમન્સ આપવામાં આવ્યું હતું. જે પછી ગઈકાલે જ યુવરાજસિંહે પોતે હાજર થશે અને પોલીસના સવાલોના જવાબ આપશે તેવું કહ્યું હતું. સાથે જ યુવરાજસિંહે કહ્યું હતું કે, જો પોતાનું નિવેદન લેવાય છે તો પોતે તે લોકોના પણ નામ આપશે જેમણે તેમને પ્રલોભનો આપવાના પ્રયત્નો કર્યા. ધમકીઓ આપવામાં આવી. તેમણે એ પણ કહ્યું કે પૂર્વ મંત્રીથી લઈ મોટા માથાઓના નામ પણ તેઓ ઉજાગર કરશે.
હવે આ મામલામાં જોવું રહ્યું કે, યુવરાજસિંહ કોના નામ ખોલે છે, પોલીસ સમક્ષ હાજર થાય છે કે કેમ અને જો થાય છે તો ત્યાં નિવેદનમાં શુ કહે છે. આ ઉપરાંત પોલીસના પણ એક્શન સામેના રિએક્શન પર લોકોની મીટ મંડાયેલી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT