ડમીકાંડ મામલામાં 61 શખ્સો સામે ચાર્જશીટ થઈઃ આરોપીઓને કરાયા કોર્ટમાં હાજર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ડમી કાંડ મામલે પોલીસ દ્વારા ૬૦ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે આજે ન્યાય મંદિર ખાતે ચાર્જશીટ રજૂ કરવામાં આવતા ડમી કાંડમાં ઝડપાયેલા તમામ શખ્સોને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ન્યાય મંદિર દ્વારા તમામ ઝડપાયેલા ૬૧ શખ્સોને આગામી ૧૪ જુલાઈના રોજ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડીને પાસ કરાવી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે પછી આ અંગે ફરિયાદ નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોકરી અને ભણતરને લઈને જ્યાં પ્રામાણિક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ તનતોડ મહેનત કરતા હોય છે ત્યાં આવા જોબ માફિયાઓ દ્વારા આવા બાળકોના મોંઢે આવેલો કોળીયો અન્ય ગેરલાયકોના ગળામાં ઉતારી દેવાતો હોવાનું સ્ફોટક તથ્ય સામે આવતા કાર્યવાહીનો દૌર ચાલ્યો હતો.

AAP MLA ચૈતર વસાવાને મનસુખ વસાવાએ કહ્યું- BJPમાં વેલકમ, સામે શું જવાબ મળ્યો?

ક્રમશઃ પોલીસે આરોપીઓને પકડ્યા
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ડમી કાંડનો પર્દાફાશ ભાવનગરથી થયો હતો. એવામાં પોલીસ તંત્ર દ્વારા ડમી કાંડનો પર્દાફાશ કરી ૬૦થી વધુ શખ્સોને ડમી કાંડમાં ઝડપી લીધા હતા. આ ડમીકાંડ સમગ્ર ભાવનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરી ચૂક્યો હતો. ડમી કાંડમાં સરકારી નોકરી માટેની પરીક્ષાઓ આપવામાં પણ ડમી કાંડ ઓત-પ્રોત હતો. આ સમગ્ર ડમી કાંડમાં સંડોવાયેલા ૬૦થી વધુ શખ્સોની ક્રમશ: પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરાઈ હતી. ધરપકડ કરાયા બાદ ડમી કાંડમાં સંડોવાયેલા તમામ શખ્સોની ચાર્જશીટ આજે સેકન્ડ એડીશ્નલ સીનીયર સીવીલ જજ અને એડીશ્નર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પી.પી. મોકાશીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચાર્જ શીટ રજૂ કરાતાની સાથે જ ડમી કાંડમાં સંડોવાયેલા ૬૦ શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તદુપરાંત ન્યાયમંદિર દ્વારા તમામ ઝડપાયેલા ૬૧ શખ્સોને આગામી ૧૪ જુલાઈના રોજ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT