સિહોરમાં પત્નીનું ગળું કાપનાર પતિ જાતે ટ્રેન નીચે કપાઈ ગયો, ઘરકંકાસનું ગુનાહિત પરિણામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં રહેતા દંપતિ વચ્ચે રોજબરોજના કજીયા-કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગતરોજ પતિએ પત્નીને તેની વાડીએ લઈ જઈ ઉગ્ર બોલાચાલી દરમ્યાન પત્નીના ગળે તિક્ષ્ણ હથિયાર ફેરવી પતિ ફરાર થઈ ગયો હતો. આ યુવાને આજે સાંજે ટ્રેન તળે પડતું મૂકી આપઘાત કરી લીઘો હતો. પ્રારંભીક ધોરણે પોલીસને આ ઘટનામાં ઘર કંકાસ કારણભૂત હોવાનું લાગી રહ્યું છે. જોકે પોલીસ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી રહી છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ તજવીજ શરૂ કરી છે.

ભાવનગરઃ જીવનું જોખમ છતા લોકો નથી છોડી રહ્યા જર્જરિત ઘર, તંત્રએ લીધો આવો નિર્ણય

પતિનું મોત, પત્નીની હાલત ગંભીર
ઘટના અંગે વિગતો અનુસાર સિહોરના કેશવનગરમાં રહેતા અને સિહોરના કનાડ ગામે ખેતી ધરાવતા રજનીભાઈ ઉર્ફે રાજુભાઈ નાગજીભાઈ વાઘેલા ઉ.વ.૩૦ ને તેની પત્ની સજ્જનબેન ઉર્ફે સેજલબેન વાઘેલા ઉ.વ.૨૭ સાથે ઘરમાં દરરોજ નાનાં મોટાં ઝઘડા થતાં હતા. જેમાં ગતરોજ ઝઘડો ઉગ્ર બનતા રાજુ તેની પત્નીને કનાડગામે આવેલી તેની વાડીએ લઈ ગયો હતો. જયાં પણ દંપતિ વચ્ચે ઉગ્ર તકરાર થતાં ઉશ્કેરાયેલા રાજુએ કોઈ તિક્ષ્ણ હથિયાર ઉઠાવી પત્ની સેજલના ગળે ફેરવી દીધું હતું. બીજી બાજુ પતિ ફરાર થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા સેજલબેનને તત્કાલ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેની સ્થિતિ નાજુક છે, ત્યારે પતિ ફરાર થઈ ગયો હોય અને પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી હતી. પોતે હવે પોલીસના સકંજામાં આવી જશે જેને લઈને પતિએ સિહોર રેલ્વે સ્ટેશન પાસે બોટાદથી ભાવનગર આવી રહેલી ટ્રેન તળે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT