ભાવનગરઃ હિટ એન્ડ રનનો બનાવ, માતા-પુત્રને ફંગોળી કાર ચાલક ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ભાવનગરમાં ઘણા અકસ્માતની ઘટનાઓ દર થોડા દિવસોમાં જોવા મળી રહી છે. બેફામ વાહન ચલાવતા શખ્સો દ્વારા કરાતા અકસ્માતને પગલે ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગરમાં વધુ એક આવો જ અકસ્માત થયો છે જેમાં એક વાહન પર જતા માતા અને તેમના 13 વર્ષના પુત્રને કારે ટક્કર મારીને ફંગોળી નાખ્યા હતા. કાર અકસ્માત પછી ચાલક ત્યાં જ મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મામલાને લઈને પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

થશે ચંદ્ર પર જીત… Chandrayaan 3 ની સોફ્ટ લેંડિંગ માટે 3 સૌથી મોટા પડકારો

ઓવર સ્પીડમાં આવી કાર અને થયો અકસ્માત

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિમાંના મંદિર પાસે આજે રાત્રે એક કાર અકસ્માતમાં માતા-પુત્રને ગંભીર ઇજા થઈ છે. અકસ્માતમાં 37 વર્ષીય દિપ્તીબેન આશિષભાઈ કારીયા અને તેમના 13 વર્ષીય પુત્ર કાવ્ય આશિષભાઈ કારીયાને ગંભીર ઇજા થઈ છે.

અકસ્માતની ઘટના એવી હતી કે દિપ્તીબેન અને તેમના પુત્ર ઘરેથી બહાર આવી રહ્યા હતા. ત્યારે સરદાર પટેલ સ્કૂલ તરફથી ઓવરસ્પીડમાં આવી રહેલા કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં માતા-પુત્રને ગંભીર ઇજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સર. ટી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. પોલીસે અકસ્માતના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને કાર ચાલકની શોધ કરી રહી છે. પોલીસે કાર ચાલકને શોધી કાઢીને તેની સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. આ અકસ્માત એ વાતની ચેતવણી છે કે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. ઝડપથી વાહન ચલાવવાથી અકસ્માત થવાની શક્યતા વધે છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp

    ADVERTISEMENT