ભાવનગરમાં કાર સાથે જીવતો સળગ્યો અમરેલીનો યુવાનઃ ચીસ સાંભળી લોકો પણ દોડ્યા… Video

ADVERTISEMENT

Bhavnagar, car accident, car fire, burning car, Video
Bhavnagar, car accident, car fire, burning car, Video
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગરની નારી ચોકડી પાસે એક કાર ચાલક ભડકે સળગતી કારમાં જ ભડથું થઈ ગયો હતો. આ યુવક અમરેલીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે આગ કાબુમાં આવ્યા પછી યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર એક અજાણ્યા વાહન સાથે અકસ્માત થતા કારમાં આગ લાગી ગઈ હતી. જે પછી યુવક કારમાં જ ભડથું થઈ ગયો હતો.

રાજકોટમાં 1 અને 2 જૂનના યોજાશે ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, જાણો શું કહ્યું આયોજકોએ

ચીસ જેવું સંભળાયું પણ કારની નજીક જવું કેમ?
અમરેલીના રાજુલા ખાતે રહેતા અને વ્યવસાયે કાર ચલાવવાનું કામ કરતા આઘેડ રાજુલાથી પેસેન્જર ભરીને અમદાવાદ ઉતારવા માટે ગયા હતા. અમદાવાદ પેસેન્જર ઉતારી પોતાની ઇકો કાર લઈને રાજુલા જતા હતા ત્યારે ભાવનગરથી થોડે દૂર આવેલા નારી ગામ નજીક દસ નાળા પાસે અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા કારમાં આગ ભભુકી ઉઠી હતી. સ્થાનીકોનું કહેવું છે કે એક ચીસ જેવું સંભળાયું પણ અંદર કોઈ હોય કે નહીં તે તપાસવું પણ કેવી રીતે કારણ કે આગ ઘણી ફેલાઈ ચુકી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ થતાં ફાયર સ્ટાફે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીઘી હતી. આગમાં કાર ચાલક ભડથું થઈ ગયો હતો. વરતેજ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

ઈકો કાર ભડકે બળી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ અમરેલીના રાજુલા શહેરમાં રહેતા અને કાર ચલાવી જીવન નિર્વાહ કરતા હનિફ દાદુ કુરેશી ઉમર 52 વર્ષ રાજુલાથી પેસેન્જર લઈને અમદાવાદ પેસેન્જર ઉતારવા ગયા હતા. દરમિયાન અમદાવાદથી પેસેન્જર ઉતારી મારૂતિ ઈકો કાર નં-જી-જે-14-એપી-7106 લઈને રાજુલા જઈ રહ્યા હતા. તે દરમિયાન નારી ચોકડી પાસે આવેલા દસનાળા નજીક આ કારને અજાણ્યા વાહને અડફેટે લેતાં કાર સળગી ઉઠી હતી. કાર સળગી હોવાનો સંદેશો મળતા 108 એમબ્યુલન્સના બ્રીજેશભાઈ વ્યાસે ફાયર બ્રિગેડને જાણ કર્યાની સાથે ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં કરી દીધી હતી. કારમાં રહેલો ચાલક ભડથું થઈ ગયો હતો અને કાર પણ સંપૂર્ણ પણે ખાખ થઈ જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં વરતેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT