ભરૂચની આ બહેન મસ્કતમાં ફસાઈઃ કરી આજીજી કહ્યું, મને બચાવી લ્યો, બહુ મારે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરુચઃ ભરૂચની એક મુસ્લિમ બહેન ઓમાનમાં ફસાઈ હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. કેટલાક કબૂતરબાજ એજન્ટો અને એક મહિલાની ચુંગાલમાં ફસાઈ હોવાનો તે આ વીડિયોમાં ઉલ્લેખ કરે છે. સરકારને સાથે જ એ પણ અપીલ કરે છે કે પોતે બહુ જ ડરી ગઈ છે અને મદદની જરૂર છે. તેને અહીંથી બચાવી લેવામાં આવે નહીં તો તેને મારી નાખશે. તેણીએ આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈન્ડિયન એમ્બેસીને મદદ કરવા આગ્રહ કર્યો છે.

મહિલાને ફસાવનારા કોણ? હજુ કેટલી મહિલાઓને ફસાવી હશે?

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયોમાં મહિલા પોતે ભરુચની વાગરા જિલ્લાની હોવાનું કહે છે. તે મહિલાને બે પુત્રી અને બે પુત્રો છે. તેને કામની લાલચ આપીને વિદેશ મોકલી તેના પર અત્યાચાર ગુજારાતો હોવાનું તે કહી રહી છે.

કચ્છમાં Amulની છાશ, દૂધ અને દહીંનું સેવન કર્યા બાદ 450થી વધુને ફૂડ પોઈઝનિંગ? તપાસના આદેશ અપાયા

ભરૂચની આ મહિલા એક વીડિયોમાં કહી રહી છે કે, હું ભરૂચ જિલ્લાની છું, વાગરા જિલ્લાની છું. નાદેરાગામની રહેવાસી છું. મારું નામ તસ્લિમા ઈલ્યાસ પટેલ છે અને મારું પિયર ભરુચના મદિના પાર્કમાં છે. મને એક માસી અને બોમ્બેનો એજન્ટ, ઈન્દોરનો એજન્ટ, મને નોકરીની વાત કરીને વેચી દેશે. એજન્ટે ખોટું બોલીને મને બે દિવસ ઓફિસમાં રાખવાનું કહ્યું હતું. હવે મને ઈન્ડિયા મોકલવાની ના પાડે છે. મને મારઝુડ કરે છે. બધા ભારતીયો મારી મદદ કરો. ભારત સરકાર અને ઈન્ડિયન એમ્બેસીથી મને મદદ કરો. મને મારી નાખશે. મને મારશે મારી નાખશે. હું મસ્કતમાં છું. એરપોર્ટથી થોડા દૂર છું. મને આ એરિયાનું નામ ખબર નથી. હું ઘણી ગભરાઈ ગઈ છું. મને અહીંથી બહાર કાઢો.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે આ મહિલા કેટલું સાચુ બોલી રહી છે તે આગામી કોઈ કાર્યવાહી થશે ત્યારે સામે આવશે. આ સાથે જ કેટલાક સવાલો એ પણ ઊભા થાય છે કે આ મહિલા સાચુ બોલી રહી છે તો મહિલા સિવાય અન્ય બીજી કેટલી મહિલાઓને આ એજન્ટ્સ દ્વારા ફસાવાઈ હશે?, મહિલા જેની વાત કરી રહી છે તે એજન્ટ્સ કોણ છે?

    follow whatsapp

    ADVERTISEMENT