બનાસકાંઠામાં કરુણાતિકા: તળાવમાં ડૂબી રહ્યો હતો ભાઈ, બચાવવા પડેલી બહેનો પણ મૃત્યુ પામી

ADVERTISEMENT

બનાસકાંઠામાં કરુણાતિકા: તળાવમાં ડૂબી રહ્યો હતો ભાઈ, બચાવવા પડેલી બહેનો પણ મૃત્યુ પામી
બનાસકાંઠામાં કરુણાતિકા: તળાવમાં ડૂબી રહ્યો હતો ભાઈ, બચાવવા પડેલી બહેનો પણ મૃત્યુ પામી
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાના સુઈગામના ઊંચોસણ ગામે એક તળાવમાં કપડાં ધોવા ગયેલા ચાર કિશોર પૈકી બે નાહવા પડ્યા હતા. જ્યારે તેમની પિતરાઈ બહેન એવી બે કિશોરીઓ તળાવ કાંઠે કપડાં ધોતી હતી. દરમિયાન ભાઈ તણાવા લાગતા બહેનો પણ તેને બચાવવા માટે તળાવમાં કુદી ગઈ હતી. જેમાં ભાઈ સહિત તે બંને બહેનો પણ તળાવમાં ડૂબી ગઈ હતી. ત્રણ વ્યક્તિના મોત ગામ માટે ભારે દુખદ સમાચાર બન્યા હતા.

બનાસકાંઠાના સુઈગામે આજે એક કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. બે બહેનો તળાવ પાસે કપડા ધોઈ રહી હતી જ્યારે અન્ય બે કિશોરો તળાવમાં ન્હાવા પડ્યા હતા. એક કિશોર વિષ્ણુ રબારી તળાવના ઊંડા પાણીમાં અંદર ગરગાવ થતા ડૂબવા લાગ્યો હતો. બંને બહેનોએ પોતાના પિતરાઈ ભાઈને બચાવવા માટે તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે તળાવનું પાણી 40 ફૂટ ઊંડું હોય આ ત્રણે તળાવમાં ડૂબી કરુણતા એ મોતને ભેટ્યા હતા.આમ ત્રણ લોકો તળાવમાં ડૂબવાથી ગામમાં અશોક છવાયો છે.

Cyclone Mocha આજે થશે એક્ટિવ, આ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ

ભારત માળા પ્રોજેક્ટ અંતર્ગત માટી ખોદાતા તળાવ 40 ફૂટ ઊંડું થયું હતું
નાનકડા ગામમાં આવેલું આ તળાવ કાબરીયા તળાવ નામે ઓળખાતું હતું તાજેતરમાં ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત આ તળાવમાં મોટું ખોદકામ થયું હતું અને તેની માટી પૂર્ણ માટે આ પ્રોજેક્ટમાં વાપરવામાં આવી હતી. જોકે બાજુની નહેરનું પાણી પણ મોટી માત્રામાં તળાવમાં ભરાયું હતું. અગાઉ અહીં બે ગાયો ડૂબવાથી મોતની ભેટી હતી. જોકે આ વાતથી અજાણ એવા આ ગામના બે કિશોર વિષ્ણુ ભલાભાઇ રબારી તથા મહેશ ભલાભાઇ રબારી અને તેમની પિતરાઈ બહેનો અસ્મિતાબેન મહાદેવભાઈ રબારી તથા ભૂમિબેન મહાદેવભાઇ રબારી આ કાબરીયા તળાવ એ પહોંચ્યા હતા.

ADVERTISEMENT

જ્યાં અસ્મિતા તથા ભૂમિ કપડાં ધોતી હતી. જ્યારે તળાવમાં મહેશ તથા વિષ્ણુ બંને ભાઈ નાહવા પડ્યા હતા. જોકે અચાનક જ તળાવના ઊંડા પાણીમાં વિષ્ણુ ડૂબવા લાગતા તેણે મદદ માટે પોતાની બે બહેનોને બૂમાબૂમ કરી હતી . જોકે પોતાના પિતરાઈ ભાઈને ડૂબતો જોતા બંને બહેનો પણ તળાવમાં કુદી પડી હતી અને તળાવના 40 ફૂટ ઊંડા પાણીમાં આ ત્રણેય ડુંબાઈ ગયા હતા. જ્યારે મહેશ બુમાબુમ કરતો ગામમાં પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરતા ગામ લોકો તરવૈયા સાથે તળાવે પહોંચ્યા હતા અને ભારે જહમતે ડૂબી મોતને ભેટેલા આ ત્રણેય બાળકોની લાશને બહાર કાઢ્યા હતા. આમ નાનકડા ગામમાં ત્રણ બાળકો ડૂબી જવાથી થયેલ મોત ની ઘટનાથી સમગ્ર ગામ હિબકે ચઢયું હતું. આ મામલે સુઈગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT