Deesa માં નગરપાલિકાની બીજી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે લેવાયો સેન્સ: ભાજપના કોર્પોરેટરોનું લોબિંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banaskantha News: ડીસા (Deesa ) માં ભાજપ (BJP) સત્તાધારી નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા પ્રમુખ-ઉપપ્રમુખના પદ માટે ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.પ્રદેશ ભાજપ નિરીક્ષકની ટીમના ત્રણ સભ્યોએ સેન્સ લીધો હતો. જેમાં ભાજપના ચૂંટાયેલા ૧૩ અને ૬ અપક્ષ મહિલા કોર્પોરેટરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

મહિલા કોર્પોરેટર્સે નોંધાવી દાવેદારી

ડીસા નગરપાલિકાના પ્રથમ ટર્મના બોર્ડની મુદત આગામી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરી થતી હોઇ અઢી વર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક માટે ભાજપ દ્વારા ડીસા માર્કેટયાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના પ્રદેશ નિરીક્ષક મયંકભાઈ નાયક, અશોકભાઈ જોશી અને જયશ્રીબેન દેસાઈની ટીમે પ્રમુખ ઉપપ્રમુખના દાવેદારોને વન ટુ વન રૂબરૂ બોલાવીને ચર્ચા કરી સેન્સ લીધા હતા. ડીસા પાલિકામાં અઢી વર્ષની ટર્મ માટે સામાન્ય મહિલા અનામતની બેઠક પ્રમુખ પદ માટે તેમજ ઉપપ્રમુખ પદ માટે પુરુષ ઉમેદવારની બેઠક છે. જેથી ભાજપની ૧૩ મહિલા કોર્પોરેટર તેમજ અપક્ષની ૬ મહિલા કોર્પોરેટરોએ પ્રમુખ બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી.

Gyan Sahayak News: જ્ઞાન સહાયક યોજના રદ કરવા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

 

ADVERTISEMENT

વિવિધ લોબિંગ થયા શરૂ

ડીસા નગરપાલિકામાં કોર્પોરેટરોમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યનું ગ્રુપ તેમજ અન્ય એક ગ્રુપ પ્રમુખ બનવા માટે થનગની રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ગ્રુપો દ્વારા સભ્યોને પોતાની તરફ કરવા ખેંચતાણ ચાલી રહી છે.અને તે લગતું લોબિંગ પણ શરૂ થયું છે. ત્યારે હવે ભાજપ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે આગામી સમયમાં જ ખ્યાલ આવશે.?

જોકે સેન્સ લેવા પોતાની ટીમના અન્ય બે સભ્યો સાથે ખાસ પ્રદેશથી ડીસા આવેલા પ્રદેશ નિરીક્ષક મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે, આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જે અંતર્ગત ડીસામાં નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારોના સેન્સ લેવાયા હતા અને તમામ સભ્યોએ પાર્ટી જે નિર્ણય કરશે તે યોગ્ય રહેશે તેમ જણાવ્યું હતું. ત્યારે ડીસા નગરપાલિકા નાં નવીન પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપ પ્રદેશ ટીમ કોની પર પસંદગીનો કળશ ઢોળશે તે બાબત હાલ તો શહેરમાં ચર્ચિત બની છે.

ADVERTISEMENT

(ધનેશ પરમાર, બનાસકાંઠા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT