બનાસકાંઠાઃ રાત્રે ઘરે જતા એકલો હતો યુવક, તક મળતા જ રહેંસી નાખ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠા તાલુકો ના અમીરગઢ તાલુકાના રબારીયા ગામે બે દિવસ અગાઉ થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે આંબેડકર પોલીસ તેમજ એલસીબીએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી બે આરોપીની ધરપકડ કરી છે. આ બંને હત્યા કરી હોવાને કબૂલાત કરી છે. પોલીસે તેમાં વપરાયેલ વેપન્સ સાથે તેઓની ધરપકડ કરી છે.

ગુજરાતીઓ માટે આનંદો: અદાણીએ CNG અને PNG ગેસની કિંમતમાં 8 રૂપિયા સુધી ઘટાડો કર્યો

દારુ પીને ટ્રેક્ટર ચઢાવાનો કર્યો હતો પ્રયત્ન અને…
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રબારીયા ગામે બે દિવસ અગાઉના એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક સાબુભાઈની હત્યા કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે વધુ તપાસ કરતા બે શકમંદ ઈસમો વિરુદ્ધ પુરાવા મળ્યા હતા. જેમાં મૃતક સાબુભાઈએ દારૂ પી આરોપીના ટ્રેક્ટર પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો અને આ જ કારણથી બંને વચ્ચે તકરાર થઈ હતી અને અદાવત બની હતી. જોકે રાત્રીના 09:00 વાગે જ્યારે સાબુભાઈ દારૂ પી ગાળો બોલતા પોતાના ઘર તરફ જતા હતા. ત્યારે તક જોઈ બંને આરોપી એવા દેવાભાઈ ગરબા ભાઈ રાઠોડ અને દેવાભાઈ ભીખાભાઈ બુમડીયા એ કુહાડી અને લાકડીઓ મારી મૃતકની હત્યા કરી હતી. બંને આરોપીએ ગુનાની કબુલાત કરી અત્યારમાં વપરાયેલા વેપન્સ પણ પોલીસ સમક્ષ રજુ કર્યા હતા. એ બાદ પોલીસે બંનેની હત્યા ગુનામાં ધરપકડ કરી હતી. આ મામલે જિલ્લા પોલીસવડા અક્ષય મકવાણાએ વધુ માહિતી આપી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT