Banaskantha Crime News: અમદાવાદના જાણીતા જ્વેલર્સ સાથે બનાસકાંઠામાં 10 kg સોનાની લૂંટમાં 6 આરોપી ઝડપાયા, 2 ફરાર
Banaskantha Crime News: બનાસકાંઠામાં મોડી રાત્રે બનેલી લૂંટ કેસમાં પાટણ જિલ્લા લોકલ ક્રાઈમ બ્યુરોએ લૂંટમાં સંડોવાયેલા તમામ ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર લૂંટનું સોનું…
ADVERTISEMENT
Banaskantha Crime News: બનાસકાંઠામાં મોડી રાત્રે બનેલી લૂંટ કેસમાં પાટણ જિલ્લા લોકલ ક્રાઈમ બ્યુરોએ લૂંટમાં સંડોવાયેલા તમામ ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર લૂંટનું સોનું કબજે કર્યું છે. અત્યાર સુધીમાં 8માંથી 6 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. અને બાકીના 2 ફરાર ગુનેગારોને પકડવાના બાકી છે. આપને જણાવી દઈએ કે આ સોનું 10 કિલો હોવાનું સામે આવ્યું છે જેની કિંમત અંદાજીત હાલના માર્કેટ વેલ્યુ પ્રમાણે જોવા જઈએ તો તેની કિંમત 6 કરોડને પણ આંબી જાય છે. આટલી મોટી માત્રામાં સોનાની લૂંટની ઘટનાએ સમગ્ર જિલ્લાની ક્રાઈમની દુનિયાને હચમચાવી મુકી છે.
કેવી રીતે લૂંટ્યું સોનું?
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામના ઓવરબ્રિજ પર અમદાવાદના પ્રખ્યાત રિષભ જ્વેલર્સના કામદારોને લૂંટવામાં આવ્યા હતા. પીડિતો પાસે સોનાના દાગીના હતા. જેમાંથી અજાણ્યા લૂંટારુઓ પોલીસની વિગતો પ્રમાણે 3 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ થયા હતા. બનાસકાંઠાના પાલનપુર ગ્રામ્ય પોલીસ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર, જેમાં જાણવા મળ્યું કે તેના શેઠના કહેવાથી અમદાવાદ રૂષભ જ્વેલર્સના ત્રણ કર્મચારીઓ સોનાના દાગીના લઈને પ્રથમ ડીસા પહોંચ્યા હતા. અને ત્યાંથી કામ પતાવીને તેઓ પોતાની સ્વિફ્ટ કારમાં અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે ચડોતર ગામના ઓવર બ્રિજ પાસે એક ગ્રે કલરની ઈનોવા કારના ચાલકે તેમને રોક્યા હતા અને તેઓ કંઈ સમજે તે પહેલા ત્રણ લૂંટારુઓ કારમાં સવાર થઈ ગયા હતા. તેઓને કારમાં ડરાવ્યા બાદ 3 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી ગુનેગારો ચડોતરથી ગઢ તરફ જતા રોડ પરથી નાસી છૂટ્યા હતા.
‘સનાતન પર નિવેદનનો સખ્ત જવાબ, ઈંડિયા Vs ભારત પર બોલવાથી બચો’, PMની મંત્રીઓને સલાહ
જો કે ઘટનાની માહિતી મળતા બનાસકાંઠા એસપી સહિત પોલીસની જુદી જુદી પાંચ તપાસ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે સ્થાનિક ક્રાઈમ બ્યુરોની ટીમ લૂંટારાઓને ઓળખવામાં વ્યસ્ત હતી. અને પોલીસે સમગ્ર જિલ્લાને હાઈ એલર્ટ મોડમાં કોર્ડન કરી લીધું છે.
ADVERTISEMENT
જ્યારે પોલીસે વાયરલેસ મેસેજ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઘેરાબંધી કરી લૂંટારુ ટોળકીને શોધવા ઝુંબેશ હાથ ધરી હતી અને તેમાં પાટણ પોલીસને સફળતા મળી હતી. પાટણ લોકલ ક્રાઈમ બ્યુરોએ મોડી રાત્રે દરોડો પાડી આ બનાવના લૂંટારુઓને પકડી પાડ્યા હતા. જેમાં પકડાયેલા ગુનેગારો પાસેથી ઈનોવા કાર, હથિયારો અને સમગ્ર લૂંટાયેલું સોનું મળી આવ્યું છે. આ કેસમાં 8 ગુનેગારોમાંથી 6ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પોલીસ 2ને શોધી રહી છે. પાટણ પોલીસે આ ગુનો માત્ર થોડા જ કલાકોમાં શોધી કાઢ્યો હતો અને આ ગુનો કેવી રીતે ડીટેકટ થયો તેની માહિતી પણ આપી હતી.
પકડાયેલા આરોપીઓના નામ:
(1) રબારી કમલેશ મોહન
(2) ચૌધરી રોહિત દેવરાજ
(3) જોષી વિપુલ દેવચંદ
(4) ગોહિલ રમેશ શંકરલાલ
(5) દેસાઈ આનંદ ભલાભાઈ
(6) વાઢેર હિતેશ કનુભાઈ
ADVERTISEMENT
ભાગી ગયેલો શખ્સોના નામ:-
(1) રબારી સાગર રેવાભાઈ
(2)રબારી સુરેશ અમરતભાઈ
ADVERTISEMENT
ADVERTISEMENT