રાજનીતિ પર જોખમ આવ્યું ત્યારે ધર્મે તેને બચાવી છેઃ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કેમ તેઓ લોકોને ‘પાગલ’ કહે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાતના વડોદરા શહેરની મુલાકાતે છે ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચિત કરી હતી. એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે પત્રકારોના ઘણા સવાલોના જવાબો આપ્યા હતા. તેમણે આ દરમિયાન પોતાના રાજકીય કારકીર્દીને લગતા સવાલ અંગે તથા ગુજરાતના લોકોને તેઓ પાગલ કેમ કહે છે તે અંગે જવાબ આપ્યો હતો. જુઓ આ વીડિયો….

‘દૂર્ઘટના વિચલિત કરી દેનારી છે, દોષિતોને છોડવામાં નહીં આવે’- બાલાસોરમાં બોલ્યા PM મોદી- Video

રાજનીતિ અંગે શું કહ્યું બાબા બાગેશ્વરે?
પત્રકાર દ્વારા સવાલ કરાયો કે બાબા તમે રાજકારણમાં આવવા માગો છો? બાબા બાગેશ્વરે કહ્યું કે, તમે પણ ઘણા વિચિત્ર લોકો છો. કરોડોના આધ્યાત્મને છોડીને દસ રૂપિયાની રાજનીતિમાં કોણ આવે. રાજનીતિથી ધર્મ ના ચાલે, ધર્મથી રાજનીતિ ચાલે છે. જ્યારે જ્યારે રાજનીતિ પર જોખમ આવ્યું ત્યારે ત્ચારે ધર્મએ તેને બચાવ્યા છે.

લોકોને પાગલ કેમ કહો છો
બાગેશ્વર બાબાએ કહ્યું કે, પાગલનો મતલબ અમે લોકોને મેન્ટલ થઈ કહી રહ્યા. પાગલનો મતલબ છે જે પોતાની લગનમાં લાગી ગયા. પરમાત્માની લગનમાં લાગી ગયો. અમને ગુજરાતના લોકો ભક્ત દેખાય છે, તો અમે તેમને પાગલ કહીએ છીએ. જેને વાંધો હોય તે પોતાને મેન્ટલ કહી શકે છે.

ADVERTISEMENT

ઓડિશાના અકસ્માત અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માતને લઈને પણ આજે જ્યારે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આજે સવારે જ આ ઘટનાની જાણકારી મળી છે. તમામ મૃતકોના આત્માને પ્રભુ શરણમાં લે, મૃતકોના પરિજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.

    follow whatsapp

    ADVERTISEMENT