આણંદ કલેક્ટરની કેબિનમાં કોણે પહોંચાડ્યો સ્પાય કેમેરો? Viral Videoનો ભાંડો ફૂટ્યો
આણંદઃ આણંદના કલેક્ટરના કેબિનમાં સ્પાય કેમેરો, એક મહિલા સાથે અભદ્ર દશામાં જોવા મળ્યા, વાત પહોંચી ગાંધીનગર, વાયરલ થયો વીડિયો અને કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અહીં…
ADVERTISEMENT
આણંદઃ આણંદના કલેક્ટરના કેબિનમાં સ્પાય કેમેરો, એક મહિલા સાથે અભદ્ર દશામાં જોવા મળ્યા, વાત પહોંચી ગાંધીનગર, વાયરલ થયો વીડિયો અને કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અહીં સુધીની કહાની આપ જાણતા હશો, નથી જાણતા તો વાંધો નહીં અહેવાલમાં આગળ તે પણ જણાવી દઈશું. હાલ આ ઘટનામાં ચોંકાવનારો વળાક આવ્યો છે. શરૂઆતમાં જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે એવા સવાલો થતા હતા કે, કલેક્ટર જેવા જિલ્લાના પાવરફૂલ વ્યક્તિની કેબિન સુધી કેમેરો પહોંચ્યો કેવી રીતે? આ સવાલનો જવાબ શોધતા શોધતા હવે તેમાં ભાંડો ફૂટ્યો છે. મહિલા એસડીએમ સહિત ત્રણ વ્યક્તિ પકડાયા છે.
કલેક્ટરની ગેર હાજરીમાં લગાવ્યો હતો પ્લગ કેમેરો
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના કલેક્ટર ડી એસ ગઢવીના કેબિનમાં સ્પાય કેમેરો લગાવવાનો આરોપ મહિલા એસડીએમ કેતકી વ્યાસ, ડેપ્યુટી જિલ્લા અધિકારી જે ડી પટેલ સહિત ત્રણ વ્યક્તિ ઝડપાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત એટીએસ દ્વારા આ ઘટનામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્રણેયની કડક પૂછપરછમાં આ ઘટનાનો ખુલાસો થયયો છે. કલેક્ટરને ફસાવવા માટે મહિલા એસડીએમ દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. કલેક્ટરની ગેર હાજરીમાં તેમની કેબિનમાં પ્લગ કેમેરો લગાવ્યો હતો.
ભિક્ષુક પણ હાઈટેક? આણંદમાં QR કોડથી ભીખ લેવાનું પણ શરૂ, ‘છૂટા નથી? વાંધો નહીં સ્કેન કરો QR’
કલેક્ટરને ફસાવવા કેબિનામાં વેશ્યાઓ મોકલી
જોકે ઘણા પ્રયાસો કર્યા પરંતુ કલેક્ટર ફસાય તેવી જોઈએ એવી સફળતા મળી રહી ન્હોતી. જે તે સમયે તો બે દેહવ્યાપાર સાથે જોડાયેલી વ્યક્તિઓને પણ કેબિનમાં મોકલી હતી. જોકે અમુક પ્રયાસો પછી સફળતા મળી હતી. આ જ વર્ષે જાન્યુઆરીમાં સ્પાય કેમેરામાં કલેક્ટરની હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો સામે આવ્યા છી કલેક્ટર ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ષડયંત્રના ભાંડાફોડની ફરિયાદ દાખલ થઈ રહી છે અને આ ફરિયાદ પછી તમામની ધરપકડ પણ થશે તેવું સૂત્રો કહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT