ભારે પવન ફૂંકાયોઃ ધારીના અમરેલી રોડ પર વૃક્ષ થયું ધરાશાયી, 2 વીજપોલ પણ રોડ પર પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ અમરેલીના ધારી અમરેલી રોડ પર મોરજર નજીક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. અહીં ધારીમાં જોરદાર ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. એટલું જ નહીં વૃક્ષ ધરાશાયી થવા સાથે બે વીજ પોલ પણ મુખ્ય માર્ગ પર જ ઢળી પડ્યા હતા. જેના કારણે વાહનોને અવરજવરમાં તકલીફો ઊભી થઈ હતી અને અકસ્માતનો ભય ઊભો થયો હતો.

ગુજરાતઃ ધો.12ની આંકડાશાસ્ત્રની પુરક પરીક્ષામાં છબરડો, સિલેબસ બહારનું પુછાતા ફરી નાપાસની ભીતિ

11 KVના બે વીજપોલ સ્ટેટ હાઈવે પર પડી ગયા હતા જેના કારમે એક તરફનો વાહન વ્યવહાર બાધિત થયો હતો. લગભગ એકાદ કલાક સુધી આ રસ્તો બાધિત થયો હતો. આખરે આ મામલામાં પીજીવીસીએલ દ્વારા વીજળીનો સપ્લાય બંધ કરીને વીજપોલ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં સુકાયેલું ઝાડ પડી જતા ઘટના સર્જાઈ હોવાનું સરપંચ અશ્વિન ભેસાણીયાએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમરેલીના ધારી અમરેલી સ્ટેટ હાઈવે પર મોરજર નજીક આ વૃક્ષ પડી ગયાની ઘટનાને લઈને અકસ્માતનો પણ ભય ઊભો થયો હતો.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT