અમરેલીમાં કરા પડ્યાઃ હવામાનની આ મોટી આગાહીને પગલે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ

ADVERTISEMENT

અમરેલીમાં કરા પડ્યાઃ હવામાનની આ મોટી આગાહીને પગલે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ
અમરેલીમાં કરા પડ્યાઃ હવામાનની આ મોટી આગાહીને પગલે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ
social share
google news

અમરેલીઃ હવામાન વિભાગે કરેલી આગાહીને પ્રમાણે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગત સાંજે પણ અમદાવાદમાં વાદળીયું વાતાવરણ થઈ ગયું હતું. જ્યારે આજે બોપલ વિસ્તારમાં છાંટા પડ્યા હતા. આજે અમદાવાદમાં હળવો વરસાદ રહે, સાથે જ મહેસાણામાં પણ જોટાણા, કડી, બહુચરાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ પડ્યો છે.

ગુજરાતના ખેડૂતો ચિંતાતુર
ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે વરસાદ પણ શરૂ થયો છે ત્યારે ઘણા વિસ્તારોમાં વાદળો જોઈને જ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. ખેડૂતો ઘણા સમયથી અવારનવાર પડી રહેલા વરસાદને કારણે, માવઠાને કારણે ઘણા દુઃખોના પહાડો તળે દટાયા છે ત્યારે વધુ એક વખત જ્યારે એરંડા, બાજરી, જુવાર સહિત ઘણા પાકો ખેતરમાં છે ત્યારે વરસાદ તેમના માટે કેટલી ચિંતા ઊભી કરી શકે છે તે કલ્પનામાત્ર તેમને ધ્રુજાવી મુકે છે.

મોડાસાની પરિણીતાને કરવા લાગ્યો મેસેજ, બિભત્સ વર્તન, લોન લીધા પછી છેડતી શરૂ

દરમિયાન અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદી છાંટા શરૂ થઈ ગયા છે. કમોસમી વરસાદને પગલે સુખપુર કુબડામાં ભર ઉનાળે વરસાદનું વાતાવરણ જામ્યું છે. કચ્છ, પાટણ, જુનાગઢ, બનાસકાંઠામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT