અમરેલી: અજગર અને શિયાળ વચ્ચે જીવન મરણનો જંગ- Video
અમરેલીઃ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં મહાકાય અજગર અને બે શિયાળ વચ્ચે જીવન મરણનો જંગ જોવા મળ્યો હતો. અજગરે એક શિયાળનો શિકાર કર્યો હતો,…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં મહાકાય અજગર અને બે શિયાળ વચ્ચે જીવન મરણનો જંગ જોવા મળ્યો હતો. અજગરે એક શિયાળનો શિકાર કર્યો હતો, પરંતુ બીજા શિયાળે હિંમત કરીને અજગર સામે લડીને તેને બચાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ શિયાળ બચી શક્યું ન્હોતું.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના રાજીનામા બાદ મુકુલ વાસનિક બન્યા નવા પ્રભારી
બે શિયાળ પર અજગરનો એટેક રુંવાડા ઊભા થતા દ્રશ્યો
આ દિલધડક લડાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અજગર શિયાળને ભરડો લઈ દબાવીને તેનો શિકાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે બીજા શિયાળને મોંઢેથી પકડીને તેને પણ દબોચવાનો પ્રયાસ કરી રહ્યો છે. શિયાળ હિંમતપૂર્વક અજગર સામે લડી રહ્યું છે. છેવટે શિયાળને હિંમત કરીને અજગરથી છોડાવી લેવાયું છે અને તે ભાગી જવામાં સફળ રહ્યું છે.
આ દિલધડક લડાઈને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોએ શિયાળની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી હતી. વન વિભાગે અજગરને રેસ્ક્યૂ કરીને જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યું હતું. આ ઘટના ભાગ્યે જ જોવા મળતી ઘટના હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટના ટોક ઓફ ધી વિલેજ બની હતી. આ ઘટનાના વીડિયો પણ એવા હતા કે રુંવાડા ઊભા થઈ જાય. આ ઘટનાને લઈને એવી પણ ચર્ચાઓ ચાલી હતી કે આવી ફાઈટ ભાગ્યે જ જોવા મળે છે, આફ્રિકાના જંગલોમાં આવી ફાઈટ જોવા મળતી હોય છે જે અહીં અમરેલીમાં જોવા મળી છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT