Ambaji Bhadarvi Poonam Update: અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, કલેક્ટરની બેઠકમાં થઈ ચર્ચા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ambaji Bhadarvi Poonam Update: અરવલ્લીની ગિરિમાળાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. આ મહામેળાની તૈયારીઓને આખરી ઓપ આપવા અંબાજી ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરે વિવિધ સમિતિના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત અને ઝીંણવટભરી ચર્ચા કરી હતી. અંબાજી ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટર દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવેલી છે. તેમણે સોંપેલી કામગીરી આગામી તા. 20 સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

Nitin Gadkari News: નિતિન ગડકરીનું મોટું એલાન! ગાડીઓમાં 6-એરબેગ્સ નહીં થાય ફરજિયાત

આ બધી બાબતો પર થઈ ચર્ચાઓ

કલેક્ટરે જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌએ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી કરવાની છે. મેળા દરમ્યાન સતત સ્વચ્છતા, યાત્રિકોની સુરક્ષા સહિત આરોગ્ય, આકસ્મિક સારવાર, મેળા દરમ્યાન પીવાના પાણીની સુવિધા, સતત વીજ પુરવઠો જાળવવા, દૂધ વિતરણ વ્યવસ્થા અને ખાદ્ય સામગ્રી વિતરણ તથા ચકાસણી, વાહન વ્યવહારને લગતા જાહેરનામાઓના અમલ માટે અંબાજી તરફના પ્રવેશમાર્ગો પરના નિયંત્રણ અને પાર્કિગ, હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ, ગબ્બર ઉપર સંચાલન, ૫૧ શક્તિપીઠ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો, રખડતાં ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વી.આઇ.પી. પ્રોટોકોલ અને લાયઝન, ભોજન વ્યવસ્થા, પ્રસાદ વ્યવસ્થા, ભંડારા ગણતરી, ઇમરજન્સી રીસ્પોન્સ, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી, મેળામાં વિખુટા પડેલ તેમજ ગુમ થયેલા બાળકો માટે હેલ્પ સેન્ટર અંગેની કામગીરી, અંબાજી ગ્રામ પંચાયત વ્યવસ્થા સંકલન, બેઝ કેમ્પ, પ્રચાર-પ્રસાર અને અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.

ADVERTISEMENT

બેઠકમાં મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસલે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી સિધ્ધિ વર્મા સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમિતિઓને સોંપેલી કામગીરી આગામી તા. 20 સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ કરવા કલેકટરશ્રીની તાકીદ કરાઇ હતી.

(શકિતસિંહ રાજપુત,અંબાજી)

    follow whatsapp

    ADVERTISEMENT