અમદાવાદમાં ભારે વરસાદઃ IPL પ્રેમીઓને મનમાં ફાળ પડી- Video
અમદાવાદઃ અમદાવાદમાં આજે સાંજના સમયે અચાનક વરસાદ પડ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોમાં પણ દોડધામ જોવા મળી હતી. અહીં જ્યારે આઈપીએલની મેચ રમાવાની ચે…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં આજે સાંજના સમયે અચાનક વરસાદ પડ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોમાં પણ દોડધામ જોવા મળી હતી. અહીં જ્યારે આઈપીએલની મેચ રમાવાની ચે ત્યારે અચાનક વરસાદ પડતા જાણે ક્રિકેટના રસિયાઓના મનમાં ફાળ પડી હોય તેવો ઘાટ ઘડાયો હતો.
ઇકો કાર સાથે થયો ખતરનાક અકસ્માત, 2 મોત,3 બાળકો સહિત 4 લોકોના જીવન-મરણ વચ્ચે જોલા…
ક્રિકેટ ચાહકોને ચિંતા
અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં આજે શુક્રવારે સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું. ઠેરઠેર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદના સ્ટેડિયમ પાસે અચાનક વરસાદ વરસતા ક્રિકેટ પ્રેમીઓના મનમાં ફાળ પડી હોય તેવો ઘાટ ઘડાયો હતો. અહીં આજે ગુજરાત અને મુંબઈની ટીમ વચ્ચે મેચ રમાવાની છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે અચાનક વરસાદ પડતા લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. લોકો જ્યાં ટોળા વળી જતા હોય છે ત્યાં સ્ટેડિયમ આગળના બ્રિજ નીચે લોકો વરસાદથી ભીંજાતા બચવા માટે ટોળે વળી ગયા હતા.
ADVERTISEMENT
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT