અમદાવાદઃ આડેધડ વાહન પાર્ક કરનારની હવે ખેર નહીં, ટ્રાફિક પોલીસ ઉપરાંત AMC પણ લેશે દંડ
અમદાવાદઃ અમદાવાદમાં અધધધ બિલ્ડિંગ્સ એવી છે કે જેમના પાસે પાર્કિંગ નથી, ઘણા ફ્લેટ્સ સોસાયટી છે જે મહેમાનોને વાહન પાર્ક કરવા દેતા નથી. ઓફિસથી લઈને, હોટલ…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં અધધધ બિલ્ડિંગ્સ એવી છે કે જેમના પાસે પાર્કિંગ નથી, ઘણા ફ્લેટ્સ સોસાયટી છે જે મહેમાનોને વાહન પાર્ક કરવા દેતા નથી. ઓફિસથી લઈને, હોટલ ગમે ત્યાં જતા પહેલા પાર્કિગ એક મોટી સમસ્યા બનતી જાય છે. ત્યારે ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહેનારાઓની પણ સંખ્યા અઢળક છે તેવામાં સામાન્ય રાહદારીઓને વાહન ચલાવવું પણ મુશ્કેલી ભર્યું બની રહ્યું છે. ટ્રાફિકની સમસ્યામાં આવા જેમતેમ વાહન પાર્ક કરી, દબાણો કરીને અડધો રોડ કબ્જે કરી લેનારા વાહનો અને દબાણોને કારણે વધારો થઈ રહ્યો છે ત્યારે આવા વાહન પાર્ક કરનારાઓને સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે હવે ટ્રાફિક પોલીસ તો ઠીક પણ અમદાવાદ કોર્પોરેશન પણ દંડ ફટકારશે.
AMCની સ્પેશ્યલ ડ્રાઈવ
અમદાવાદ કોર્પેરશન દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. જાહેર રસ્તા પર અડચણ રૂપે મુકવામાં આવેલા વાહનો અને લાંબા સમયથી પાર્ક કરાયેલા વાહનોને લોક કરીને દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા જાહેર રોડ પર દબાણ, જંક્શન પરના દબાણ, ટ્રાફિકમાં રાહદારીઓને અડચણ, ગંદકી, પ્રતિબંધિક પ્લાસ્ટીકનો ઉપયોગ વગેરે સામે કડક કાર્યવાહી કરવાની સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરાઈ છે.
મહેસાણામાં કોલેજમાં મૃત મળેલી યુવતી મામલે ચોંકાવનારો ખુલાસો, સાથે ભણતો પાગલ પ્રેમી નીકળ્યો હત્યારો
વાહનોને કોર્પોરેશનના પાર્કિંગ એરિયામાં મુકવા સૂચનાઓ અપાઈ છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘણા સ્થાનો પર પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે. જોકે છતા વાહનો જાહેર રોડ પર અસ્તવ્યસ્ત પાર્ક થતા હોય છે. તેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત સાત ઝોનમાં તમામ વોર્ડમાં જાહેર રસ્તા પર મુકવામાં આવેલા વાહન લોક કરવામાં આવશે અને તેની સામે દંડાત્મક કાર્યવાહી કર્યા પછી જ લોક ખોલી આપવામાં આવશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT