જમીન સંપાદનથી લઈ ટેન્ડરઃ અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની હાલ શું છે સ્થિતિ- જાણો

ADVERTISEMENT

જમીન સંપાદનથી લઈ ટેન્ડરઃ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની હાલ શું છે સ્થિતિ- જાણો
જમીન સંપાદનથી લઈ ટેન્ડરઃ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની હાલ શું છે સ્થિતિ- જાણો
social share
google news

અમદાવાદઃ મુંબઈથી ગુજરાતને ઝડપથી જોડવા માટે અબજો રૂપિયા ખર્ચ્યા પછી પણ આ પ્રોજેક્ટ સતત વિવાદો વચ્ચે રહ્યો હતો. જમીન સંપાદનની વાત હોય કે હાલમાં મહારાષ્ટ્રની ટેન્ડરની સ્થિતિ સહુ કોઈ જાણવા માગે છે કે આ પ્રોજેક્ટની હાલ સ્થિતિ શું છે. કારણ કે જે ઝડપ માટે જેટલા રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, તે ઝડપને કારણે લોકોના જીવન કેટલા સુવિધામય બની શકે. તો આવો જાણીએ ટુંકા મુદ્દાઓ સાથે કે આ પ્રોજેક્ટની હાલની સ્થિતિ કેમ છે. મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર કુલ 50 કી.મી.ના નદી પરના બ્રિજ (વાયડક્ટ) અને 180 કીમી ફાઉન્ડેશન પુર્ણ થયાનું તંત્ર જણાવે છે.

PAKISTAN માં પોલીસ મુખ્યમથક પર આત્મઘાતી હુમલો, 10 પોલીસ કર્મચારીઓના ઘટના સ્થળે જ નિપજ્યાં મોત

22 એપ્રિલ 2023 ના રોજની મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની સ્થિતિ
1. ગુજરાતમાં પ્રોજેક્ટની સ્થિતિ
• પ્રોજેકટએ નદી પરના બ્રિજ માટે 50 કી મી નો વિશાળ અને તે ભાગના લોખંડના ગર્ડર્સ મુકીને બીજો માઇલસ્ટોન સિધ્ધ કર્યો છે
• 50.16 કી મી નદીનાં બ્રિજ પૂરા કર્યા જે વડોદર પાસે 9.1 કી મી નો સળંગ બ્રિજ સમાવે છે અને 41.06 કી મી. ના જુદા જુદા લોકેશન પર ઊભા કર્યા છે.
• 285 કી મી લાંબો પાઇલ બનાવવામાં આવ્યો છે, 215.9 કી મી નું ફાઉન્ડેશન તૈયાર કર્યું છે અને 182.4 કી મી. માં પાઇયર્સ (ખાંભા) નું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે
• ગાર્ડર્સ કસ્ટિંગ- કુલ 1882 ગાર્ડર્સ 75.3 કી મી ના ઉમેરવા માટે ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે
• ગુજરાત અને દાદરા નગર હવેલીના 8 જીલ્લ્માંથી પસાર થતી સમગ્ર રેલ્વે લાઇનનું કન્સ્ટ્રક્શન વર્ક પૂર જોશમાં ચાલુ છે
• વાપીથી સાબરમતી વચ્ચેના 8 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન પર બાંધકામ વિવિધ તબક્ક હેઠળ છે
• સુરત ખાતે 250 મી. નો રેલ્વે લેવલ સ્લેબ, 150 મી. નો આણંદ ખાતે અને 50 મી. નો બીલીમોરા ખાતે હાઇ સ્પીડ રેલ્વે સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે
• મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર આણંદ/નડિયાદ હાઈ સ્પીડ રેલનું પ્રથમ સ્ટેશન છે જ્યાં રેલવેને જોડતા 425 કી મીની લંબાઈના નાના રસ્તા (સ્ટેશનના પ્રથમ લેવલ ) પુર્ણ કર્યા
• હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે નાના રસ્તા નું લેવલ સ્લેબ 60 મી. છે અને સુરત ખાતે 300 મી. નું કન્સ્ટ્રક્શન વિગેરે તૈયાર કરેલ છે
• મહત્વની અને મોટી નદીઓ એટ્લે કે નર્મદા, તાપી, માહિ અને સાબરમતિ પર બ્રિજનું કામ પ્રગતિમાં છે. એક પ્રથમ સળંગ બ્રિજ જાન્યુઆરી 2023 માં પૂરો કર્યો
• સિવિલ, બ્રિજ અને ટ્રેક કન્સ્ટ્રક્શન માટેનો સમગ્ર 352 કી મી વાયડ્ક્ટ, બ્રિજ, સ્ટેશનો અને ટ્રેક માટેનો સમગ્ર લાઇનનો 100% કોન્ટ્રાક્ટ, જે ગુજરાત અને દાદરા નગર હવેલીના 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે, તે કોન્ટ્રાક્ટ 2 વર્ષ પહેલા (મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલનો (પ્રથમ સિવિલ કોન્ટ્રાક્ટ સી-4 પેકેજ 28 મી ઓક્ટોબર 2020 માં) આપેલ છે.

ADVERTISEMENT

2. જમીન સંપાદનની સ્થિતિ
એકંદર: – 99.17 %
ગુજરાત : – 98.91%
દાદરા નગર હવેલી: – 100%
મહારાષ્ટ્ર – 99.75 %

અતીક અહેમદની ઓફીસમાં શાઇસ્તાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો? અનેક ચર્ચાઓએ જોર પકડ્યું!

3. મહારાષ્ટ્રમાં ટેન્ડરની સ્થિતિ
o મુંબઈ હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન [મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ સી-1] કોન્ટ્રાક્ટ કરાર પર સહી સિક્કા 20 મી માર્ચ 2023 ના રોજ કરવામાં આવ્યા હતા.
o મુંબઈ હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન અને શીલફટા વચ્ચેની 21 કી મી ની ટનલ બાંધકામ, 7 કી મી દરિયા નીચે સહિત, [મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ- સી-2] ની નાણાકીય નિવિદા 6 એપ્લિલ 2023ના રોજ ખોલવામાં આવી હતી .
o બાકીની 135 કી મી સમગ્ર લાઇન મહારાષ્ટ્ર, 3 સ્ટેશન્સ, એટ્લે કે થાણે, વીરાર અને બોઈસર સહિતની [મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ- સી-3] ટેકનિકલ નિવિદા તારીખ 12 મી એપ્રિલ 2023 ના રોજ ખોલવામાં આવી હતી.

ADVERTISEMENT

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT