એક દાયકાથી વધુ સમયથી પોલીસને હંફાવનારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા, 13 વર્ષે પૂર્વે કરી હતી હત્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત પોલીસ ડ્રગ્સ, દારૂ કે જૂન પેન્ડિંગ કેસ, હવે એક્શન મોડ પર જોવા મળી રહી છે. છેલ્લા એક દાયકાથી વધુ સમીથી પોલીસને હંફાવતા આરોપીઓને ઝડપી પાડયા છે. 2010માં વટામણ-ધોલેરા રોડ પર આવેલા મોટી બોરું ગામની સીમમાં થયેલી હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચએ ગુનાનો ભેદ ઉકેલીને 4 આરોપીઓ ઝડપી લીધા છે. ત્યારે મુખ્ય આરોપીની પત્ની ઘર છોડી જતાં રહેતા શંકાના આધારે તેણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 5 જુલાઇ, 2010ના દિવસે અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વટામણથી ધોલેરા હાઇવે પર આવેલા મોટી બોરુ ગામની સીમમાં એક અજાણ્યા ઈસમનો મૃતદે મળી આવ્યો હતો. મૃતકના ગળાના ભાગે, માથાના ભાગે તેમજ છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા હોવાથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસો શરૂ કરી હતી.

ચાર આરોપીને ઝડપી પાડયા
ત્યારે તપાસ દરમિયાન મૃતક વ્યક્તિની ઓળખ પણ થઈ શકી નહોતી અને આરોપીઓ પણ પકડાયા નહોતા. ત્યારે એક દાયકાથી વધુ સમય બાદ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુખદેવ સિંગ ઉર્ફે સુખા સોહલ, મોહમ્મદ ઉંમર ઉર્ફે ડોક્ટર કુરેશી ફિરોજ શેખ અને અબ્દુલ ગફાર કુરેશી એમ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

મૃતકે મધ્યસ્થી રહી કરાવ્યા હતા લગ્ન
મૃતક બ્રિજેશ ઉર્ફે ટેલરે મધ્યસ્થી કરીને વર્ષ 2007માં સુખદેવના લગ્ન એક યુવતી સાથે કરાવ્યા હતા. ત્યારે લગ્નના દોઢેક વર્ષ બાદ સુખદેવને યુવતી સાથે બોલાચાલી થઈ હતી. બીજે દિવસે યુવતી તેના દીકરાને લઈને ઘરમાંથી 25 તોલા દાગીના અને 2.5 લાખની રોકડ લઈને નીકળી ગઈ હતી. આ અંગે તેણે બ્રિજેશને વાતચીત કરતા બ્રિજેશે ‘હું શું કરું તે કંઈ જાણતો નથી’ તેવું કહ્યું હતું. તેથી બ્રિજેશ ઉપર શંકા રાખીને સુખદેવે મોહમ્મદ ઉંમરને ફોન કરી બ્રિજેશને ડરાવવા ધમકાવવા માટે ત્રણ ચાર માણસો સાથે લઈ આવવાની વાત કરી હતી.

ચોરીની કારનો કર્યો હતો ઉપયોગ
સુખદેવ સહિત આરોપીઓ ચોરીની કાર લઈ વડોદરા પહોંચ્યા. ચારેય લોકો બ્રિજેશને કારમાં બેસાડીને મોટી બારુ ગામ પાસે લઈ ગયા હતા. જ્યાં તેણે બ્રિજેશની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ કારની નંબર પ્લેટ પણ બદલી નાખી હતી. હત્યાના દોઢ મહિના બાદ આ કાર ભરુચ-જગડીયા હાઈવે પરથી મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ દરમિયાન કોથ પોલીસે અજાણી લાશ મળ્યા બાદ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: વરસાદને લઈ હવામાન વિભાગની મહત્વની આગાહી, ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર

ADVERTISEMENT

13 વર્ષે ઉકેલાયો હત્યાનો ભેદ
ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને બ્રિજેશની પત્ની સંગીતાએ 6 જુલાઈ, 2010ના રોજ વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે તપાસ કરીને એક દાયકા થી વધુ સામે એટલે કે, 13 વર્ષે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT