‘અકસ્માત જોયો અને હું ડઘાઈ ગયો’- જામનગરના આ ખેડૂત પોતાના ખર્ચે પુરે છે રોડના ખાડા
દર્શન ઠક્કર.જામનગરઃ જે કામ સરકારી તંત્ર કે રોડ કોન્ટ્રાક્ટને લઈને થવું જોઈએ તે સામાન્ય માણસ પોતાના પૈસાથી કરી રહ્યો છે. જોડિયા તાલુકાના લીંબુડા ગામના ખેડૂત…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ જે કામ સરકારી તંત્ર કે રોડ કોન્ટ્રાક્ટને લઈને થવું જોઈએ તે સામાન્ય માણસ પોતાના પૈસાથી કરી રહ્યો છે. જોડિયા તાલુકાના લીંબુડા ગામના ખેડૂત અરવિંદભાઈ ગોવિંદભાઈ પનારા છેલ્લા પાંચ-છ વર્ષથી પોતાના પૈસાથી રોડના ખાડા પુરવાનું કામ કરે છે. અત્યાર સુધીમાં રાજકોટ, મોરબી, દ્વારકા જેવા અનેકો જિલ્લાઓનાં રસ્તા પરના અનેક ખાડાઓ પોતાના પૈસાથી પૂર્યા છે. હવે તેઓએ કેટલા ખાડાઓ ભર્યા છે તેની ગણતરી કરવાનું પણ બંધ કરી દીધું છે. ખાડાઓ ભરવાના આ કામમાં તેમણે અત્યાર સુધીમાં 1 લાખ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ કરી દિધો છે. અરવિંદભાઈ કોઈપણ જિલ્લામાં ગયા હોય ત્યાં તેમને ખાડો દેખાય તો તે તરત જ જાતે નિર્ણય કરીને પુરવા માટેની જરૂરિયાત સામગ્રી પોતાના જ ખર્ચે ખરીદીને તાત્કાલિક ખાડો પૂરી દે છે.
મઠિયા પાપડ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત ખેડાનું આ ગામ બન્યું સ્માર્ટ વિલેજ
ખાડો ભરવાની આ યાત્રા કેવી રીતે શરૂ થઈ તે પણ એક અલગ કહાની છે. 5-6 વર્ષ પેહલા અરવિંદભાઈ જ્યારે તેમના ધર્મ પત્નીને અમદાવાદ દવાખાને બતાવા બાય રોડ જઈ ગયા હતા ત્યારે તેમણે જોયું કે, રોડ પર એક ખાડા પરથી બાઈક પસાર થતા અકસ્માત થયો હતો. જેની તેમના મન પર ઊંડી અસર પડી હતી. ત્યારથી જ તેમને મનમાં લાગી આવ્યું કે, સરકાર કે તેના પ્રતિનિધિઓ કરે કે ન કરે પણ મારે ખાડા પૂરવાનું કામ કરવું છે. તેઓ સતત અકસ્માત ન થાય તેવું ઈચ્છી રહ્યા છે. લોકો માટે પોતાની જાતને ઘસી નાખનારા જવલ્લે જ જોવા મળતા હોય આવા વ્યક્તિઓના ઈરાદાઓને સો સલામ કરવા પડે તો પણ ઓછું.
ADVERTISEMENT
ADVERTISEMENT