તથ્ય કરતા નસીબદાર છે આ અકસ્માત કરનારોઃ પોલીસે જ ફરિયાદીને કહ્યું ‘રૂપિયા લઈ લ્યો, સમાધાન કરો’

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરિયા.અરવલ્લીઃ હાલ ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાને સરકાર ખૂબ જ ગંભીરતાથી લઇ રહી છે, પણ કેટલાક કિસ્સામાં સમાધાન થાય છે અને આજ વ્યક્તિ ફરીથી અકસ્માત સર્જે તો પોલીસ ફરીથી પોતાની ભૂલ છૂપાવવા ગુનો નોંધતી હોય છે. આવા જ એક તથ્ય સમાન શખ્સને પોલીસની ફરિયાદ નહીં નોંધવાની આડસથી કાયદાનો સકંજો છૂટી જતો હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે. આ શખ્સે એક દંપત્તિને હવામાં ફંગોળી નાખ્યું હતું. ગુજરાતમાં આવા સમાધાન અત્યારે જ નહીં અગાઉથી થતા આવ્યા છે. જેમાં બંને પાર્ટી સહમત થઈ રૂપિયા લઈ લેતી હોય છે અને આવું કરવામાં ઘણીવાર પોલીસની મધ્યસ્થી હોવાના પણ આક્ષેપો થઈ ચુક્યા છે. અરવલ્લીમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં આરોપીને પોલીસની આ આડસનો લાભ થયો છે. આ એવો તથ્ય કહી શકાય જેને પોલીસ અને ભોગ બનનાર બંનેની તરફથી અકસ્માત પછી છૂટી જવાની તક મળી છે. જરા કલ્પના કરો કે તથ્યને આવી જ મહેરબાની મળી હોય તો આગામી દિવસોમાં શું થવાની શક્યતાઓને આપ જોઈ રહ્યા છો.

અકસ્માત કરીને પણ છૂટી જતા આરોપી ચાલકને મળતી હિંમત
અકસ્માત કર્યા પછી એવી મહેરબાની થઈ કે શખ્સ કાયદાના સકંજામાં ના આવી શક્યો, આવી જ ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે. ગત મંગળવારની રાત્રીના 9 વાગ્યાના અરસામાં મોડાસાના સાકરિયા નજીક કાર ચાલક નબીરાએ બાઈક સવાર દંપત્તિને હવામાં ફંગોળ્યા હતા. જેમાં પુરુષને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તો,મહિલાને શરીરના ભાગે ઈજાઓ થતાં ઘટના સ્થળે થી સ્થાનિકો એ 108 ની મદદથી મોડાસની સાર્વજનિક હૉસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જેઓ આજે ગુરુવારે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કચ્છમાં એશિયાનું સર્વશ્રેષ્ઠ બન્નીનું ઘાસીયું મેદાનઃ જળ, જીવન અને વન્યજીવનનું આશ્રયસ્થાન

પોલીસે શું કહ્યું ઈજાગ્રસ્તને?
આ સમગ્ર ઘટના બાદ સમાધાન થયું હોવાનું પોલીસ જાણવી રહી છે. ત્યારે ભોગ બનનાર વ્યક્તિએ જણાવ્યું કે, પોલીસ હોસ્પિટલમાં આવી હતી અને સમાધાન માટે જણાવ્યું હતું. ભોગ બનનારે એમ પણ જણાવ્યું હતું કે, પોલીસે કહ્યું કે, કેસ કરશો તો ખર્ચો નહીં મળે અને ખર્ચો લેવો હોય તો કેસ ન કરો.

ADVERTISEMENT

પોલીસે હંમેશા યાદ રાખવા જેવું
આ પ્રકારના વલણથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.અમદાવાદમાં તથ્ય પટેલે કારએ પૂર ઝડપે હંકારતા અકસ્માતમાં 9 લોકોની જિંદગી બુઝાવી નાખી હતી,ત્યાર બાદ તથ્ય પટેલે અત્યાર સુધીમાં જેટલા એક્સિડન્ટ સર્જ્યા બાદ સમાધાન કર્યા હતા. તે તમામ ઘટનાઓ પર ફરિયાદો દાખલ થઈ રહી છે. મોડાસાના સાકરિયા નજીક બનેલી ઘટનામાં પણ કાર ચાલક મોટા ગજાના હોવાની ચર્ચાઓ ચાલતા ભોગ બનનાર શ્રમિકને દબાવવાનો પ્રયાસ કરીને ફરિયાદને બદલે સમાધાન કર્યું હોવાનું સામે આવ્યું છે. હવે ભોગ બનનારના નિવેદન બાદ સ્પષ્ટ થાય છે કે અહીં પોલીસ ભોગ બનનારને ન્યાય નહીં પણ અકસ્માત સર્જનારને છાવરતી હોવાનું પણ ફલિત થાય છે. આમ આવા પોલીસે અહીંથી જ એટલો પાઠ ભણવો જોઈએ કે ઘણીવાર અકસ્માતમાં મૃતકો આપણા જ મિત્રવર્તૂળ, ડિપાર્ટમેન્ટ, સ્વજન અને પ્રિયજન પણ હોય છે ન કરે નારાયણ અને આ જ શખ્સ ક્યારેક તેના માટે ફરી નિમિત બનશે ત્યારે ક્યાં જઈને મોંઢુ સંતાડશું?

    follow whatsapp

    ADVERTISEMENT