આબુરોડ ખાતે ગુજરાત-રાજસ્થાન બોર્ડર રેન્જ પોલીસ અધિકારીઓની બેઠક, શું થઈ ચર્ચા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠા: આગમી સમયમાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ સંદર્ભે બન્ને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનું મૂલ્યાંકન કરી, સહકાર તેમજ ટીમ વર્ક ભાવનાએ કામ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથેની ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક બેઠક આબુરોડ ખાતે યોજાઇ હતી. જેમાં રાજસ્થાન અને ગુજરાત પોલીસ અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી.

900 વોન્ટેડ આરોપીઓની યાદી શેર કરી

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થાની યોગ્ય જાળવણીનો હોઇ, રાજસ્થાન અને ગુજરાત પોલીસે પરસ્પર સહકાર ભાવનાએ બન્ને રાજ્યોના રીઢા આરોપીઓની યાદીઓ એકબીજાને સોંપી હતી. જોકે, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવી તમામ બાબતોનું સંકલન જોધપુર પાલીસ રેન્જ આઈ જી અને ગુજરાત ગાંધીનગર ડીઆઈજી સહિતના અધિકારીઓ દ્વારા આ બેઠકમાં કરાયું હતું. આ બેઠકમાં જોધપુરના પોલીસ મહાનિરીક્ષક જયનારાયણ શેર અને ગુજરાતના બનાસકાંઠા રેન્જ બોર્ડરના આઈજી જે.આર. મોરથલિયા, પાલી આઈજી આર.સુહાસ અને ગાંધીનગર ડીઆઈજી વિરેન્દ્રસિંહ સહિતના અધિકારીઓ જોડાયા હતાં. આ બેઠકમાં બંને રાજ્યોમાંથી લગભગ 900 વોન્ટેડ અપરાધીઓની યાદી શેર કરવામાં આવી હતી. જેમાં દારૂની તસ્કરી સહિત અન્ય કેસમાં વોન્ટેડ આરોપીઓનો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ અકસ્માત: ભાવનગરના મીનાબેનની વહુને પોંખવાની ઈચ્છા અધૂરી રહી, દિવાળી પછી દીકરાના લગ્ન હતા

કોલસા, ઈંધણ અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ અટકાવવા પણ ચર્ચા

આ સાથે જ રાજસ્થાન વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એટલુ જ નહીં આ સાથે કોલસા, ઈંધણ લાઈન, એમ ડી એમ ડ્રગ સંબંધિત ગુનાઓ અટકાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેના કારણે આગામી દિવસોમાં સંગઠિત ગુનાઓ સામે પોલીસ અસરકારક કાર્યવાહી કરશે. સિરોહીના એસપી જ્યેષ્ઠા મૈત્રેયી, જાલોરના એસપી, સાંચોર એસપી, બાડમેરના એસપી, ગુજરાતના સાંબરકાંઠાના એસપી વિકાસ પટેલ, સિરોહીના એએસપી બ્રિજેશ સોની, માઉન્ટ આબુના ડીએસપી અચલ સિંહ, આબુ રોડ સદર પોલીસ અધિકારી પ્રવીણ આચાર્ય, રિકો પોલીસ અધિકારી સુરેશ ચૌધરી, આબુ રોડ સિટીના પોલીસ અધિકારી. ડીએસપી પુષ્પેન્દ્ર સિંહ સહિત અનેક અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT