દારૂની હેરાફેરી માટે કન્ટેનરમાં બનાવ્યું ગુપ્ત ખાનું, પોલીસે આ રીતે ઝડપી પાડ્યો 23 લાખથી વધુનો વિદેશી દારૂ
હેતાલી શાહ, ખેડા: રાજ્યમાં પોલીસ ડ્રગ્સ અને દારૂને લઈ એક્શન મોડ પર જોવા મળી રહી છે. કેટલાય નુસખા બાદ પણ પોલીસ દારૂની હેરાફેરી ઝડપી રહી…
ADVERTISEMENT
હેતાલી શાહ, ખેડા: રાજ્યમાં પોલીસ ડ્રગ્સ અને દારૂને લઈ એક્શન મોડ પર જોવા મળી રહી છે. કેટલાય નુસખા બાદ પણ પોલીસ દારૂની હેરાફેરી ઝડપી રહી છે. બુટલેગરો બેખોફ બની દારૂની હેરાફેરી કરવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. એવામાં ખેડા પોલીસે આર.સાઈ લોજીસ્ટીક ઈન્ડિયા પ્રા.લી. નાગાલેન્ડ લખેલ કન્ટેનરમા ગુપ્ત ખાનું બનાવી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે ખેડા પોલીસ પણ એક્શન મોડ પર જોવા મળી છે. ખેડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખેડા જિલ્લાના ગોબલજ ગામ પાસેથી પસાર થતા હાઇવે નંબર 48 પર વડોદરા તરફથી આવતી વાઈટ કલરની કન્ટેનર એનએલ 01 Q 1483 ને તપાસ માટે અટકાવવા પોલીસ ધ્વારા પ્રયાસ કરાયો હતો, જોકે કન્ટેનર ચાલકે કન્ટેનર દૂર ઉભુ રાખી ભાગીને પાછળ પાઈલોટીંગ કરવા આવતી કાર મા બેસી ફરાર થઈ ગયો. દરમ્યાન પોલીસ કારનો પીછો કરવા લાગી હતી. ત્યારે બીજી તરફ કન્ટેનરમાથી ક્લીનર ઉતરી ને ખેતર તરફ ભાગવા લાગ્યો. જોકે સ્થળ પર હાજર પોલીસે ક્લીનરને જોઈ લેતા તેને ઝડપી લીધો હતો.
23,98,800 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
ક્લીનરને સાથે રાખીને પોલીસે કન્ટેનરની તલાસી હાથ ધરી હતી. કન્ટેનર ફોર અને ટુ-વ્હીલર મુકવા માટેનું હતું. જે બે ભાગમાં વહેંચાયેલું હતું. એટલું જ નહીં ડ્રાઇવરની પાછળના ભાગે 12 ફૂટ પહોળું અને 12 ફૂટ ઊંડું પતરા નું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ખાનું ચકાસતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂની નાની મોટી પેટીઓ મળી કુલ 23,98,800 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઇને પોલીસે ક્લીનરની વધુ પૂછપરછ હાથ ધરી હતી.અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કોરોનાને લઈ ગુજરાતમાં આ છે માસ્ટર પ્લાન, જાણો કેટલો છે દવાઓનો જથ્થો
પોપટની જેમ બોલ્યો ક્લીનર
પૂછપરછમાં ક્લીનરે પોતાનું નામ પંજાબના કુલદીપ સિંહ ઉર્ફે ગોપી સોનસીંગ સ્વરણસિંઘ હોવાનું અને પાયલોટિંગ કરતી કારમાં ફરાર થયેલ કન્ટેનર ચાલક રાજસ્થાનનો રાજુરામ અને કારમાં સવાર હરિયાણાનો ફોજીભાઈ તેમજ કાળુભાઈ હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લઈ જવાતો હતો. અને રાજુરામ જણાવે તે જગ્યાએ આ દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો. સાથેજ પોલીસ તપાસમા આ કન્ટેનર આર.સાઈ લોજિસ્ટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નાગાલેન્ડનું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.જેને લઇને પોલીસે કુલ ચાર વ્યક્તિઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી 23, 98,800 નું ઇંગલિશ દારૂ કન્ટેનર સહિતનો મુદ્દા માલ મળી કુલ 39,08,800 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT