રાજકોટના શિક્ષકે બનાવી સૌથી નાની હનુમાન ચાલીસા, વજન જાણી ચોંકી જશો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: તાજેતરમાં જ હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે. આ દરમિયાન રાજકોટના શિક્ષકે એક અજીબ કાર્ય કર્યું છે. જેમાં વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા બનાવી દીધી છે. જેમનું વજન 700 મિલી ગ્રામ છે. જ્યારે આ હનુમાન ચાલીસા 22 પેજમાં તૈયાર કરવામાં આવી છે. ત્યારે બાળકોને આધુનિક સ્વરૂપે સંસ્કૃતિમાંથી સામર્થ્ય તરફ લઈ જવાનો શિક્ષકનો પ્રયાસ વિશ્વ વિક્રમ નોંધાશે.

શાપરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક નિકુંજભાઇ રસિકભાઇ વાગડિયાએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે . તેમનો ઉદ્દેશ માત્ર બાળકોને આધુનિક સ્વરૂપે સંસ્કૃતિમાંથી સામર્થ્ય તરફ લઇ જવાનો છે.ત્યારે તેમણે 700 મિલીગ્રામ વજનમાં હનુમાન ચાલીસા બનવી છે. આગામી દિવસોમાં આ આવિષ્કાર ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે.

11 દિવસમાં તૈયાર કરી હનુમાનચાલીસા
શાપરની સરકારી શાળાના શિક્ષક નિકુંજભાઇએ સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરવામાં 11 દિવસનો સામે લાગ્યો હતો. જે સામાન્ય બોલપેનથી અતિસૂક્ષ્મ લેખન સાથે હનુમાન ચાલીસા તૈયાર કરી છે. જેનું વજન માત્ર 700 મિલિગ્રામ છે. આ તૈયાર થયેલી હનુમાન ચાલીસાની સાઇઝ 30X5 મિલિમીટરની છે. આ હનુમાન ચાલીસા 22 પેજમાં સમાવવામાં આવી છે. પહેલી જ વખત હસ્તપ્રતથી લખાયેલી અતિસૂક્ષ્મ હનુમાન ચાલીસા વિશ્વની સૌથી નરી આંખે લખાયેલી છે. ત્યારે આ હનુમાન ચાલીસા ગિનીશ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે.

ADVERTISEMENT

આ પહેલા પણ મળી ચૂક્યું છે અહી સ્થાન 
રાજકોટના શિક્ષક નિકુંજભાઇએ ફક્ત હનુમાન ચાલીસા જ નહીં પરતું આ પહેલા તેમણે રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા ગ્રંથો સૂક્ષ્મ પુસ્તિકાના સ્વરૂપમાં તૈયાર કરી વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અનેક એવોર્ડ મેળવનાર શિક્ષક નિકુંજભાઇને 2009માં ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ અને અમેરિકાનો રિપ્લીઝ બિલિવ ઇટ ઓર નોટનો 2010માં એવોર્ડ મળ્યો છે. જ્યારે તેમના આવિષ્કાર બદલ 2006 અને 2009માં લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ અને 2010માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં તેમને સ્થાન મેળવ્યું છે. ત્યારે હવે હનુમાન ચાલીસાને પણ સ્થાન મળી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT