ઉનાની ધર્મ સભામાં ભડકાઉ ભાષણ મામલે કાજલ હિન્દૂસ્તાની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામ જન્મોત્સવ ઉજવણી દરમિયાન રાત્રિના સમયે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હિન્દુ સમાજની પ્રખર વક્તા કાજલ હિન્દુસ્તાનીએ લઘુમતી સમાજ પર આપત્તિજનક ભાષણ કર્યું છે. કાજલ હિન્દૂસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં મામલો ગરમાયો હતો. જેને લઈ છેલ્લા ત્રણ દિવસથી અહીં ધંધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સમગ્ર મામલાને લઈને ગીર સોમનાથ જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે  પોલીસ વડાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. ત્રણ દિવસના ઓહાપા બાદ અંતે કાજલ હિન્દૂસ્તાની વિરુદ્ધ એફરઆઈ દાખલ કરવામાં આવી.

ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે રામ જન્મોત્સવ ઉજવણી સમિતિ દ્વારા રાત્રિના સમયે હિન્દુ ધર્મસભાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા પ્રખર મહિલા વક્તા કાજલ હિન્દુસ્તાનીએ લઘુમતી સમાજ પ્રત્યે ખૂબ જ ઉગ્ર અને આકરુ નિવેદન આપ્યું હતું. જેને લઈ ઉનાનું વતવાન ઉગ્ર બન્યું હતું. સમગ્ર મામલાને લઈને ઉના શહેરના નાના મોટા વેપાર ધંધાની સાથે શાકભાજી સહિતના વેપારીઓએ બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જે રીતે રામ જન્મોત્સવ ઉજવણી સભામાં કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ કર્યું છે, તેને લઈને હવે બંને સમાજમાં રોષ જવા મળી રહ્યો છે.

શાંતિ સમિતિની બેઠકમાં પણ વિવાદ
ઇન્ચાર્ઝ પોલીસ અધિકક્ષક શ્રીપાલ સેશમાનું કહેવું છે કે, રામ નવમીના દિવસે કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું જેને કારણે મામલો ગરમાયો હતો. અમે શાંતિ સમિતિની બેઠક યોજી હતી પણ તેમાં પર્સનલ પ્રોબ્લેમને લઈ અમુક લોકો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ અમે બન્ને કોમના પાંચ પાંચ નેતાને બોલાવ્યા અને મામલો થાળે પાડ્યો હતો.

ADVERTISEMENT

પત્થરમારાની ઘટના
ગીર સોમનાથના ઉનામાં બે અલગ-અલગ વિસ્તારમાં પત્થરમારાની ઘટના બની હતી. જેમાં કુંભારવાડા અને કોર્ટ વિસ્તારમાં પત્થરમારાની ઘટના બનતા ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લઈને બન્ને પક્ષોને શાંત પાડ્યા હતા. આ ઘટનાને પગલે શનિવારે દિવસભર ઉના શહેર બંધ રહ્યા બાદ શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: આવતીકાલે રાહુલ ગાંધી લીગલ ટીમ સાથે આવશે સુરત, કોર્ટના નિર્ણયને પડકારતી અરજી કરશે

ADVERTISEMENT

ફરિયાદ આપે તો ફરિયાદ લેવા તૈયાર
એસ્પીએ વધુમાં જણાવ્યું કે, અમે નેતાઓને કહ્યું છે કે તે ફરિયાદ આપે તો અમે કાજલ હિન્દુસ્તાની સામે એફરઆઈ દાખલ કરી કડક કાર્યવાહી કરીશું. કાજલ હિન્દૂસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં મામલો ગરમાયો હતો. જેને લઈ છેલ્લા ત્રણ દિવસથી અહીં ધંધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે આખરે બને પક્ષના નેતાઓ અને લોકો એકબીજા ને ગળે મળી ભાઈચારાનો સંદેશો આપતા મામલો થાળે પડ્યો હતો. ત્યારે આજે અંતે કાજલ હિન્દૂસ્તાની વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: ભાવેશ ઠાકર, ઉના )

    follow whatsapp

    ADVERTISEMENT