VADODARA માં 28 વર્ષના યુવાન વકીલનું હાર્ટ એટેકના કારણે નિપજ્યું મોત
વડોદરા : રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. તેવામાં વધારે એક વ્યક્તિનું હાર્ટ એટકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં…
ADVERTISEMENT
વડોદરા : રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. તેવામાં વધારે એક વ્યક્તિનું હાર્ટ એટકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં 27 વર્ષના એડવોકેટનું હાર્ટ એટેકનાં કારણે મોત નિપજ્યું છે. નિહાલ ત્રિવેદી નામના યુવા વકીલનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. યુવકના અવસાનથી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. સમગ્ર પરિવાર શોકસંતપ્ત બન્યો છે.
બીજી તરફ બાર એસોસિએશનને પણ સમાચાર મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. વકીલોમાં પણ શોકની લહેર દોડી ગઇ હતી. પરિવારને પણ ઘટના બાદ ભાંગી પડ્યો હતો. યુવાન અચાનક ઢળી પડતા પરિવાર દ્વારા તત્કાલ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે ફરજ પર હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ડોક્ટર્સ દ્વારા જ્યારે પરિવારને જાણ કરવામાં આવી તો પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારમાંથી જવાન જોધ યુવાન જતો રહેતા પરિવાર શોકસંતપ્ત બન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્ટ એટેકના કારણે યુવાઓના મોતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. અનેક યુવાનોના અચાનક હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ સુરતના ઉધના વિસ્તારમાં એક યુવક અચાનક બેહોશ થઇને ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ આસપાસ રહેતા લોકોને થતા મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. યુવકને તત્કાલ આસપાસના લોકોને સારવાર માટે ખસેડાયો જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT