અમરેલીમાં રખડતા શ્વાનના ટોળાએ ખેતરમાં રમી રહેલા 3 વર્ષના માસુમને ફાડી ખાધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવિયા/અમરેલી: રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શ્વાન કરડવાના બનાવો વધવા વચ્ચે અમરેલીમાં એક 3 વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારે માસુમના મોતથી માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

વિગતો મુજબ, છોટા ઉદેપુરનો પરપ્રાંતીય પરિવાર અમરેલીમાં ભાગમાં વાડી રાખીને કામ કરતો હતો. દામનગરના ઢસા રોડ પર આવેલી વાડીમાં 3 વર્ષનો માસુમ બાળક રાત્રે રમી રહ્યો હતો. આ દરમિયાન પાંચથી છ રખડતા શ્વાનનું ટોળું ત્યાં આવ્યું અને બાળક પર તૂટી પડ્યું હતું. તેને માથા અને શરીરના ભાગે બચકા ભરીને ફંગોળી ફંગોળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ માલમે દામનગર પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અમરેલીમાં અત્યાર સુધી સિંહ અને દીપડાના આંતકના બનાવો બાદ હવે શ્વાનોનો આંતક સામે આવતા લોકો ભયમાં છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT