અરબી સમુદ્રમાંથી 11 લોકોને એરલિફ્ટ કરાયા, કોસ્ટગાર્ડે આ રીતે પાર પડ્યું ઓપરેશન… જુઓ વીડિયો

ADVERTISEMENT

અરબી સમુદ્રમાંથી 11 લોકોને એરલિફ્ટ કરાયા, કોસ્ટગાર્ડે આ રીતે પાર પડ્યું ઓપરેશન... જુઓ વીડિયો
અરબી સમુદ્રમાંથી 11 લોકોને એરલિફ્ટ કરાયા, કોસ્ટગાર્ડે આ રીતે પાર પડ્યું ઓપરેશન... જુઓ વીડિયો
social share
google news

દ્વારકા: બિપોરજોય વાવાઝોડુ પ્રચંડ સ્વરૂપ ધારણ કરી સતત આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે ક્યાંક હજી પણ કોઈ દરિયામાં ફસાઈ ન ગયું હોય તેના માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે દ્વારકાની નજીક અરબી સમુદ્રમાંથી 11 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. દરિયામાં ફસાયુ નથી તે બાબતે હજુ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

દ્વારકા પાસે દરિયા વચ્ચે ચાલી રહેલી કામગીરી દરમિયાન કેટલાંક લોકો દરિયાની અંદર ફસાઈ ગયા હોવાની માહિતી કોસ્ટગાર્ડને મળી હતી.   કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. ભારે પવન વચ્ચે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર Mk-III એ જેક-અપ રિગ ‘કી સિંગાપોર’ માંથી 11 કર્મચારીઓને એરલિફ્ટ કરીને દ્વારકાથી ઓખા લઇ જવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

દ્વારકા સહિત આ બંદરો પર લગાવવાયું 10 નંબરનું સિગ્નલ
બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ છે. ત્યારે દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે.

દ્વારકા ન આવવા કરી અપીલ
દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોપવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારકા પહોંચ્યા હતા. તેઓએ દ્વારકાધીશનાં દર્શન કર્યા હતા. જે બાદ તેઓએ ભક્તોને 16મી જૂન સુધી દ્વારકા ન આવવા અપીલ કરી હતી.

ADVERTISEMENT

દ્વારકાની શાળાઓ બંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાંના કારણે તારાજી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાંની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને 16 સુધી જિલ્લાની તમામ શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, શિક્ષકોએ શાળામાં ફરજિયાત પણે હાજર રહેવાનું જણાવાયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT