ખાખીને સલામ! વાવાઝોડાના સંકટ વચ્ચે કચ્છમાં આ રીતે 102 વર્ષના માજીને શેલ્ટર હોમમાં ખસેડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળવાની છે, 15મી જૂને ચક્રવાત માંડવી અને નલિયા વચ્ચે લેન્ડફોલ કરે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં જોવા મળશે. એવામાં કચ્છમાં જોખમી સ્થાનો પરથી લોકોના સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે કચ્છમાં ગુજરાત પોલીસની ઉત્તમ કામગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 102 વર્ષના માજીનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા કચ્છમાં જોખમી વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સર્વા લેબર કેમ્પમાં ચેકિંગ દરમિયાન 102 વર્ષના માજી અને તેમના 65 વર્ષના દીકરાનું સ્થળાંતર નહોતું થયું. ત્યારે પોલીસ આ દિવ્યાંગ વૃદ્ધાને ખુરશીમાં બેસાડીને ગાડી સુધી લઈ ગઈ હતી. આ સાથે વૃદ્ધાના દીકરાનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બંનેને સુરક્ષિત શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર પોલીસ પેટ્રોલિંગથી લઇને તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવા ઉપરાંત સેના અને નૌસેના સાથે કોસ્ટગાર્ડ દળોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે આવાસથી લઇને તેમના ખાવા-પીવા અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ADVERTISEMENT

કયા જિલ્લામાં કેટલા લોકોનું સ્થળાંતર થયું?
કચ્છ જિલ્લામાં 6500 લોકોનું સ્થળાંતર
જામનગર જિલ્લામાં 1500 લોકોનું સ્થળાંતર
પોરબંદર જિલ્લામાં 550 લોકોનું સ્થળાંતર
દ્રારકા જિલ્લામાં 5000 લોકોનું સ્થળાંતર
મોરબી જિલ્લામાં 2000 લોકોનું સ્થળાંતર

    follow whatsapp

    ADVERTISEMENT