Breaking News: વડોદરાના હરણી તળાવના પ્રવાસે ગયેલા 20થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, પાંચથી વધુના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Boat Accident: વડોદરાના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. બોટમાં સક્ષમતા કરવા વધુ વિદ્યાર્થીઓ ભર્યા હોવાની માહિતી મળી છે. આ બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા. બોટ પલટી જતાં પાંચના મોત થયા છે. જેમાં ત્રણ વિદ્યાર્થી મોત અને 2 શિક્ષિકાના મોત થયા છે.  ઉપરાંત  ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  કેટલાય વિદ્યાર્થી હજુ લાપતા છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

પ્રવાસ આવેલ વિદ્યાર્થીઓના મોત

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાના કારણે દુર્ઘટના સર્જાયાનું સામે આવ્યું છે. એક બોટમાં શિક્ષક સહિત 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા અને વિદ્યાર્થીને લાઇફ જેકેટ પણ પહેરાવ્યા ન હતા.

ADVERTISEMENT

મુખ્યમંત્રીએ વ્યકત કરી સંવેદના

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.

વડોદરાના મેયરે શું કહ્યું

ADVERTISEMENT

વડોદરાના મેયર પિંકી સોનીએ આ મામલે જણાવ્યુ હતુ કે, પ્રવાસી બાળકો અને શિક્ષકોની બોટ પલટી ખાઈ ગઈ છે. હોસ્પિટલમાં તૈયારી કરી દેવામાં આવી છે. બચાવ કામગીરીઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT