AAP એ MCD પર કર્યો કબજો, કાઉન્સિલર શૈલી ઓબેરોયે ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને હરાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દિલ્હીમાં મેયર પદ માટે આજે મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણી પહેલા સિવિક સેન્ટરમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. AAP કાઉન્સિલરોની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. આપના કોર્પોરેટર ગૃહમાં ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાના પ્રવેશનો વિરોધ કરી રહ્યા હતા. આ પહેલા હંગામાને કારણે મેયરની ચૂંટણી ત્રણ વખત મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે દિલ્હીના નવા મેયર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેલી ઓબેરોયની પસંદગી કરવામાં આવી છે. તેમણે ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને હરાવ્યા છે.

મેયરની ચૂંટણી માટે ચોથી વખત બોલાવવામાં આવેલા ગૃહમાં આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આ દરમિયાન કોઈ વિરોધ કે કોઈ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા. મતદાન સવારે 11.30 વાગ્યે શરૂ થયું હતું અને 2 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. કુલ 10 નામાંકિત સાંસદો, 14 નામાંકિત ધારાસભ્યો અને દિલ્હીના 250 ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી 241એ મેયરની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસના 9 ચૂંટાયેલા કાઉન્સિલરોએ મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેલી ઓબેરોયને 150 વોટ મળ્યા જ્યારે બીજેપી ઉમેદવાર રેખા ગુપ્તાને 116 વોટ મળ્યા.

ડેપ્યુટી મેયરની ચૂંટણી પણ સાથે કરાવવા અપીલ
આમ આદમી પાર્ટીના કાઉન્સિલર પાર્ટીના નેતા મુકેશ ગોયલે પ્રિસાઇડિંગ ઓફિસરને ડેપ્યુટી મેયરની ચૂંટણી એક સાથે બીજા બેલેટ બોક્સમાં કરાવવાની અપીલ કરી છે, આનાથી સમય બચશે, હાલ આ અંગે પ્રિસાઇડિંગ ઓફિસર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ADVERTISEMENT

આ પહેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, AAP ઉમેદવાર શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બની ગયા છે. સિસોદિયાએ ટ્વિટ કર્યું, “દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બનવા પર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ફરી એકવાર દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. શેલી ઓબેરોય, AAPના પ્રથમ મેયરને ખૂબ ખૂબ અભિનંદન.

આ પણ વાંચો: હવે નહીં ચાલે શાળાઓની મનમાની: ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ફરજિયાત, સરકાર કાયદો બનાવશે

ADVERTISEMENT

કેજરીવાલે ભાજપ પર સાધ્યું નિશાન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે ટ્વિટ કરતાં કહ્યું કે, ગુંડાઓ હારી ગયા, જનતા જીતી ગઈ. આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દિલ્હીની જનતાની જીત થઈ અને ગુંડાગીરીનો પરાજય થયો.શેલી ઓબેરોયને મેયર તરીકે ચૂંટાવા બદલ દિલ્હીની જનતાને અભિનંદન.

ADVERTISEMENT

 

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT