અમદાવાદી મહિલાઓમાં જોવા મળ્યો અનોખો ક્રેઝ, લગ્ન વગર સિંગલ મધર બનવાનો આંકડો છે ચોકાવનારો
અમદાવાદ: પશ્ચિમી સંસ્કૃતિની અસર ધીરે ધીરે સતત વધી રહી છે. એક તરફ બાળકોને લઈ મહિલાઓ સતત સતર્ક જોવા મળી રહી છે. ત્યારે યંગ જનરેશનમાં પશ્ચિમી…
ADVERTISEMENT
અમદાવાદ: પશ્ચિમી સંસ્કૃતિની અસર ધીરે ધીરે સતત વધી રહી છે. એક તરફ બાળકોને લઈ મહિલાઓ સતત સતર્ક જોવા મળી રહી છે. ત્યારે યંગ જનરેશનમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર વધુ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યની સ્ત્રી પર પણ પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળી રહી છે. સ્વતંત્રસ્ત્રીઓ એવી પણ છે જેઓ લગ્ન કર્યા વગર માતૃત્વના સપનાને સાકાર કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં લગભગ 22 મહિલાઓએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાળવવામાં આવેલા જન્મ અને મરણના રેકોર્ડના રજિસ્ટ્રારમાં સિંગલ મધર તરીકે પોતાની નોંધણી કરાવી છે.
અમદાવાદની મહિલાઓએ બર્થ સર્ટિફિકેટમાં પિતાના નામનું કોલમ ખાલી રાખવાનું પસંદ કરતાં માત્ર પોતાનું જ નામ નોંધાવ્યું છે. 2019 અને 2022માં છ માતાઓએ સિંગલ મધર તરીકે બાળકને જન્મ આપ્યો હતો અને પેટર્નિટી ડિટેઈલની માહિતી ન આપવાનું પસંદ કર્યું હતું. બાળકના જન્મની નોંધણી હોસ્ટિપલમાં જ કરવામાં આવે છે અને તેની વિગતો શહેરના જન્મ અને મરણ રેકોર્ડના રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. અહીં બાળકનું નામ અને જાતિ, જન્મતારીખ, બર્થ રજિસ્ટ્રેશન નંબર, માતાનું નામ, પિતાનું નામ, જન્મનું સ્થળ, વોર્ડ, માતાનું કાયમી એડ્રેસ દર્શાવવાનું રહે છે.
22 મહિલાઓએ બાળકના પિતાની માહિતી આપી નથી
જો ગર્ભવતી છોકરી સગીરા હોય તો તેના પતિનું નામ રેકોર્ડમાં નોંધવામાં આવતું નથી. આઠ કેસ આ કેટેગરીમાં આવે છે. જ્યારે 22 મહિલાઓએ સિંગલ મધર બનવાનું પસંદ કર્યું હતું અને બાળકના બર્થ સર્ટિફિકેટમાં પિતાની કોઈ માહિતી આપી નહોતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: અત્યારથી કરી લ્યો તૈયારી.. શુકવારથી નહીં મળે CNG ગેસ, જાણો શું છે કારણ
સરકારે 2005 માં લીધો હતો મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારે 2005માં જાહેર કરેલા એક ઠરાવમાં સ્કૂલોને પિતાના નામનો ઉલ્લેખ કરવા કરવા પર ભાર ન આપવા અને વિદ્યાર્થીનું નામ તેના માતાના નામ સાથે જ રજિસ્ટર કરવાનો આદેશ આપ્યો હતો.મહિલાઓ પિતાના નામનો ઉલ્લેખ કર્યા વગર બર્થ સર્ટિફિકેટ મેળવી શકે છે. સુપ્રીમ કોર્ટે પણ ચૂકાદો આપ્યો છે કે મા બનવું તે મહિલાનો મૂળભૂત અધિકાર છે અને તે સિંગલ મધર બનવાનું પણ પસંદ કરી શકે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT