ગાંધીનગરમાં કેફેની અનોખી પહેલ, ચાની ચુસકી માણી અને કપ પણ ખાઈ જવાનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર:  ગુજરાતમાં ચા ના રસિકો ખૂબ વધુ છે. રાજ્યભરમાં એક દિવસમાં લખો કપ ચા પીવાઇ છે. ત્યારે ચા માટે મોટે ભાગે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જે પર્યાવરણણએ ખૂબ હાનિ પહોંચાડે છે. ત્યારે ગાંધીનગરની બે મહિલાઓએ પર્યાવરણ બચાવવા માટેની અનોખી પહેલ કરી છે. ગાંધીનગરમાં અનોખી રીતે ચા પીરસવામાં આવે છે. જેનાથી પર્યાવારણને નુકશાન નથી પહોંચતુ. આ ચાની વિશેષતાની વાત કરીએ તો ચા પીધા પછી એનો કપ પણ ખાઈ શકાય છે.

રાજ્યના લોકો અવનવું કરવા અને નવી નવી રેસીપી લાવવાંમાં અવલ્લ છે. ત્યારે ગાંધીનગરની ચા પીરસવાની રેસીપી હવે ચર્ચામાં છે. બે મહિલાઓ ગાંધીનગરના ચીલોડામાં “નૅશન પ્રાઈડ” નામની કેફેમાં અનોખી રીતે ચા પીરસી રહી છે. આ ચાની વિશેષતાની વાત કરીએ તો ચા પીધા પછી એનો કપ પણ ખાઈ શકાય છે. હાલમાં ગાંધીનગરમાં શરૂ થયેલા આ નવા કોન્સેપ્ટનો સ્વાદ ચા ના ચાહકો લઈ રહ્યા છે.

પર્યાવરણને નથી થતું નુકશાન
નૅશન પ્રાઈડ કેફેમાં ચા પીવા આવનાર લોકોને ચાના કપને ચા પીધા પછી ફેંકવાને બદલે ખાઈ જવા માટે આપવામાં આવે છે. લોકો ચાનો સ્વાદ માણ્યા પછી કપને ખાઈ રહ્યા છે. આ સાથે પર્યાવરણ બચાવવાને ઉદ્દેશને સાર્થક પણ કરી રહ્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: સરકારી સ્કૂલો ઇન્ટરનેટની સુવિધામાં અનેક રાજ્યો પાછળ, જાણો ગુજરાત કેટલા ક્રમાંક પર છે ?

જાણો શું છે કિમત
નૅશન પ્રાઈડ કેફેમાં પીરસવામાં આવતી ચાની કિંમતની વાત કરીએ તો વેફરકપ સાથેની ચા રૂ. 20માં મળે છે. સંપૂર્ણ ઈકો ફ્રેન્ડલી કેફે માં ચા કોફી માટે પ્લાસ્ટિકનાં કપને ણએ જાકારો આપવામાં આવ્યો છે. અને પર્યાવરણની જાળવણી તરફ આગળ વધી રહ્યા છે.

ADVERTISEMENT

બિસ્કિટથી બનાવવામાં આવ્યા કપ
વેફર બિસ્કીટથીથી બનાવવામાં આીટથી બનેલા આ કપમાં જ ચા આપવામાં આવે છે. અને તમે જેવા જ ચા પીલો કે, તરત જ આ કપને તમારે ખાઈ જવાના હોય છે કારણ કે, આ બિસ્કીટથી બનેલો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT