ગાંધીનગરના રાયસણ BAPS સ્કૂલ નજીક સર્જાયો કારનો ગંભીર અકસ્માત, બે મિત્રોના ઘટના સ્થળે જ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વાડી રહ્યા છે. આ સાથે અકસ્માતથી મોતના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરના માર્ગો જાણે અકસ્માતના માર્ગો અને મોતનો રસ્તો બનવા લાગ્યા હોય તેમ લાગી રહ્યું છે.  ત્યારે ગાંધીનગરના રાયસણ BAPS સ્કૂલ નજીક વીજળીના થાંભલા સાથે કાર ધડાકાભેર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

રાજ્યમાં અકસમતની ઘટના છાસવારે બનતી રહે છે. અકસ્માતના કારણે મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ દરમિયાન ગાંધીનગરના રાયસણ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે.   BAPS સ્કૂલથી થોડેક આગળ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે પૂરપાટ ઝડપે કાર અથડાઈ હતી. જેનાં કારણે  કાર પરનો કાબુ ગુમાવી દઈ કન્સ્ટ્રક્શન સાઈટની જાહેરાતના  બોર્ડ સાથે કાર અથડાતા પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક પ્રવીણ  રાવળ અને હાર્દિક પટેલનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે 3 લોકોને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા છે.

અમિત ચાવડા વિપક્ષના નેતા તરીકે જાણો ક્યારે કરશે પદગ્રહણ, વિપક્ષ નેતા મામલે હજુ અસમંજસ

ADVERTISEMENT

નોંધાઈ પોલીસ ફરિયાદ
ગાંધીનગરમાં ભયંકર અકસ્માતની ઘટના ઘટી છે. આ દરમિયાન આ અકસ્માતમાં 2 યુવાનોના કરું મોત થતાં છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ત્યારે આ ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. ત્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતને લઈ  પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.

વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

follow whatsapp

ADVERTISEMENT