જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
અમરેલીઃ રાજ્યમાં હવે લગ્નની સિઝન ધૂમધામથી ચાલી રહી છે. ત્યારે અમરેલીમાં ખાસ ઘટના સામે આવી છે. વરરાજાને લઈને જઈ રહેલી ગાડી સામે સિંહ આવી જતા…
ADVERTISEMENT
અમરેલીઃ રાજ્યમાં હવે લગ્નની સિઝન ધૂમધામથી ચાલી રહી છે. ત્યારે અમરેલીમાં ખાસ ઘટના સામે આવી છે. વરરાજાને લઈને જઈ રહેલી ગાડી સામે સિંહ આવી જતા જોવાજેવી થઈ ગઈ છે. જંગલના રાજાએ રસ્તો ક્રોસ કર્યો અને પછી વરરાજાની ગાડીમાં શું થયું એનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. ચલો આપણે આ સમગ્ર ઘટનાક્રમ પર વિગતે નજર કરીએ….
વનરાજ આવ્યા વરરાજાના આડે…
આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સાવરકુંડલાના મેવાસાથી વડાળ વચ્ચે વરરાજાની ગાડી જઈ રહી હતી. આ દરમિયાન અચાનક સિંહ તેમની ગાડી પાસે આવી ગયો હતો. વનરાજે રસ્તો ઓળંગતા જોવાજેવી થઈ ગઈ હતી.
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
ADVERTISEMENT
ટેમ્પામાં ઘોડાઓ પણ હતા અને…
વરરાજાની ગાડી જેવી રસ્તા પરથી પસાર થઈ કે તરત જ સિંહ વચ્ચે આવી ગયો હતો. એટલું જ નહીં વરરાજાની ગાડી પાછળ ઘોડાઓ પણ હતા. એમની સાથે ઓપન રૂફ ટોપ ટેમ્પામાં લોકો પણ બેઠા હતા. બે ઘડીમાં લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જ્યારે વરરાજાએ પણ પોતાની ગાડી ધીમી પાડી દીધી હતી.
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
ADVERTISEMENT
મોબાઈલથી વીડિયો ઉતાર્યો
જોકે સિંહે ખાલી બે ઘડી ગાડી અને ટેમ્પા પર નજર કરી અને પછી ત્યાંથી ચાલ્યો ગયો હતો. તેવામાં ટેમ્પા પર બેઠેલા લોકોએ મોબાઈલ દ્વારા વીડિયો ઉતારી લીધો હતો. અત્યારે વનરાજાએ વરરાજાનો રસ્તો ઓળંગી દીધો એવા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
With Input: હિરેન રવિયા
ADVERTISEMENT