આણંદથી રાજસ્થાન જઈ રહેલી જાનૈયાની બસમાં આગ ભભૂકી ઉઠી, લોકોનો જીવ તાળવે ચોંટયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, ખેડા: રાજ્યમાં અકસ્માતની ઘટના છાસવારે બની રહી છે. આ દરમિયાન લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અકસ્માતની ઘટનાઓ સમરે આવી રહી છે. ત્યારે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ જાનૈયાને લઇ ને રાજસ્થાન જઈ રહી હતી. દરમ્યાન મહુધાના ચુણેલ પાસે ખાનગી ટ્રાવેલ્સ લકઝરી બસમા અચાનક આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો. આગ લાગતાં તમામ મુસાફરો સમયસૂચકતા વાપરી બસમાંથી બહાર નીકળી જીવ બચાવ્યો હતો. ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ

ગુજરાતથી જાનૈયાને લઇ ને રાજસ્થાન જઈ રહેલી ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાને લઈ મહુધા અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે લક્ઝરી બસમાં આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી.

આણંદ થી રાજસ્થાન જઈ રહી હતી જાન
આણંદ જીલ્લાના બેડવા ગામથી જાનૈયાઓને ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ લઈને રાજસ્થાનના કાંકરોલી જઈ રહી હતી. આ લક્ઝરી બસમાં આશરે 50 જેટલા મુસાફરો સવાર હતા. જોકે આ લક્ઝરી બસ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચૂણેલ અલીણા રોડ પરથી પસાર થઈ રહી હતી દરમિયાન એકાએક લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બનતા તોફરીનો માહોલ સર્જાયો હતો.

ADVERTISEMENT

આગ લગવાનું કારણ અકબંધ
જોકે ડ્રાઇવર અને મુસાફરોની સમય સૂચકતાને લઈને બસમાં આગ ફેલાય તે પહેલા જ તમામ મુસાફરો બસમાંથી બહાર નીકળી ગયા હતા. અને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ મહુધા તેમજ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લક્ઝરી બસમાં લાગેલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. મહત્વનું છે કે આ લક્ઝરી બસમાં આગ કેવી રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી. જોકે, આ બસમાં સવાર તમામ લોકો સહી સલામત હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ ઘટનામાં લક્ઝરી બસ બળીને થાક થઈ ગઈ છે જેને લઈને જાનૈયાઓને હવે સમયસર રાજસ્થાન પહોંચવું મુશ્કેલ પડી જશે.

આ પણ વાંચો: કચ્છનો રણોત્સવ સંપન્ન, જાણો આ વર્ષે રણોત્સવથી તંત્રને કેટલો થયો ફાયદો

ADVERTISEMENT

જાણો શું કહ્યું ફાયર વિભાગના કર્મચારીએ
મહુધા ફાયર વિભાગના કર્મચારીના જણાવ્યા અનુસાર, “આ લક્ઝરીમાં આગ લાગી હતી, જેનો અમને કોલ મળ્યો અને જાણ થઈ એટલે અમે તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને લક્ઝરી બસમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો. લક્ઝરી બળીને ખાક થઈ ગઈ છે.આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT