બનાસકાંઠામાં સર્જાયો જીવલેણ અકસ્માત, હિટ એન્ડ રનની આશંકામાં બાળકી સહિત ચાર લોકોના મોત
ધનેશ પરમાર,બનાસકાંઠા: રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે.ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને કારના અકસ્માતમાં એક સાથે ચાર લોકોના…
ADVERTISEMENT
ધનેશ પરમાર,બનાસકાંઠા: રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે.ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને કારના અકસ્માતમાં એક સાથે ચાર લોકોના મોત થયા છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લાનાના દાંતીવાડાના વાઘરોલ ચાર રસ્તા ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.આ અકસ્માતમાં બાઈક સવાર ત્રણ યુવકોના મોત નિપજ્યા છે જ્યારે કારમાં આગળની સીટમાં બેઠેલી બાળકીનું મોત થયું છે.મૃતદેહને દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃદેવાયત ખાવડના શિવરાત્રી સહિતના કાર્યક્રમોનું શું થશે? જાણો જમીન અરજીનું શું થયું
ADVERTISEMENT
હિટ એન્ડ રનની પોલીસને આશંકા
આ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓના મોત થયા છે.પ્રાથમિક અનુમાન મુજબ આ અકસ્માત ઓવરટેક દરમિયાન બન્યો હોવાની શક્યતાઓ છે.જેમાં મોટરસાઇકલ પર સવાર ત્રણ લોકોના મૃત્યુ થયા.જ્યારે કારમાં સવાર એક બાળકીનું પણ મૃત્યુ થયું છે.કારમાં સવાર પિતા ઘાયલ છે.પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના હિટ એન્ડ રનની હોઇ શકે તેવું લાગે છે.જોકે ઘાયલ કાર ચાલક હોશમાં આવ્યા બાદ તેમનાં નિવેદન બાદ સ્પષ્ટ થશે કે ત્રીજું વાહન કયું હતું.જે પણ અપરાધી હશે તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે .હાલ તો પોલીસ આ અકસ્માતની ઘટનામાં તપાસ કરી રહી છે. બનાસકાંઠાના પીએસઆઈ એસ ડી ચૌધરીએ માહિતી આપી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT