ઉતરાખંડનું એક શહેર સરકી રહ્યું છે, સરકારે કહ્યું અમે બચાવવા તમામ પ્રયાસ કરીશું
JoshiMath News: દેવભૂમિ ઉતરાખંડના ચારધામ માટે સૌથી વધારે પોપ્યુલર છે. ચારેયધામમાંથી એક છે બદ્રીનાથ અને બદ્રીનાથનો રસ્તો જોશીમઠ જાય છે. જોશીમઠને બદ્રીનાથનો દ્વાર પણ કહેવામાં…
ADVERTISEMENT
JoshiMath News: દેવભૂમિ ઉતરાખંડના ચારધામ માટે સૌથી વધારે પોપ્યુલર છે. ચારેયધામમાંથી એક છે બદ્રીનાથ અને બદ્રીનાથનો રસ્તો જોશીમઠ જાય છે. જોશીમઠને બદ્રીનાથનો દ્વાર પણ કહેવામાં આવે છે. જો કે હાલના સમયમાં જોશીમઠ કંઇક અલગ જ કારણથી ચર્ચામાં આવે છે. હાલમાં જોશીમઠમાં આ પ્રકારની ડરાવણી તસ્વીરો સામે આવી રહી છે. જેને તમે પણ જોશો તો ડરવા લાગીશું. એવું લાગી રહ્યું છે કે, પ્રકૃતિ જોશીમઠથી નારાજ છે અને પોતાનું રૂપ દેખાડી રહી છે.
હાલમાં જ જોશીમઠ સાથે અનેક એવી તસ્વીરો સામે આવી છે, જે દેખાડે છે કે, શહેર સિકુડાઇ રહ્યું છે. તસ્વીરો એવી જે તમને વિચારવા પર મજબુર કરે કે ફરી એકવાર કેદારનાથ ત્રાસદી જ તો નથી આવી રહી. ગત્ત ઘણા દિવસોથી જોશીમઠમાં વિચિત્ર ઘટનાઓ સામે આવ રહી છે. અનેક ઘરોમાં મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. જમીનથી પાણી નિકળી રહ્યું છે. તંત્રનું કહેવું છે કે, પાણી સતત રોડ પર જોવા મળી રહ્યું છે, પરંતુ તે જમીનમાંથી બહાર આવી રહ્યું છે.
જોશીમઠ નગર-નિગમના ચેરમેન શૈલેન્દ્ર પવારનું કહેવું છે કે, 576 ઘરોમાં તિરાડો જોવા મળી હતી. તેના કારણે 3000 લોકો પર અસર જોવા મળી રહી છે. તેમાંથી અનેક લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જોશીમઠમાં જમીન ધસી રહી છે. શેલૈન્દ્ર પવાને કહ્યું કે, મુખ્ય માર્ગો પર પણ તિરાડો વધી ગઇ છે. જેના કારણે લોકોને ચાલવામાં પણ ખુબ જ સમસ્યા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
એવું પણ કહેવાઇ રહ્યું છે કે, જોશીમઠમાં જમીન સિકુડાઇ રહી છે. નગર નિગમના ચેરમેન શૈલેન્દ્ર પવાનેએ કહ્યું કે, જોશીમઠના મારવાડી વોર્ડમાં જમીનમાંથી પાણી નિકળ્યા બાદથી ત્યાં મોટી મોટી તિરાડો પડી રહી છે. તેમણે કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ધામીને મળી ચુક્યા છે અને તેના કારણે સમગ્ર મામલે માહિતી આપી ચુક્યા છે.
Uttarakhand: State BJP organisation forms 14-member committee to assess land subsidence in Joshimath
Read @ANI Story | https://t.co/NiqA0hNOdS#Joshimath #Uttarakhand #BJP #Cracks pic.twitter.com/HkA9vPFiuX
— ANI Digital (@ani_digital) January 5, 2023
ADVERTISEMENT
જો કે જોશીમઠમાં લોકોએ પોતાના ઘરોને છોડવાનું શરૂ કરી દીધું છે અને સુરક્ષીત સ્થળો પર જવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત શિયાળાના સમયે ભુસ્ખલન પણ અહી એક મોટો ખતરો બની રહ્યો છે. જોશીમઠના 9 વોર્ડ ખરાબ રીતે પ્રભાવિત છે. ઘરોની દિવાલો અને ફર્શ પર પડી રહેલી તિરાડો સતત પહોળી થઇ રહી છે.
ADVERTISEMENT
જોશીમઠમાં થઇ રહેલી આ મોટી ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ત્યાની મુલાકાત કરશે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં તેઓ જોશીમઠ આવશે અને ત્યાની મુલાકાત લેશે. તમામ રિપોર્ટ્સને મોનિટર કરવામાં આવશે અને યોગ્ય પગલા ઉઠાવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઋષીકેશ-કર્યપ્રયાગ બ્રોડગેજ લિંગ જેની લંબાઇ 125 કિલોમીટર છે તેનું કામ ચાલી રહ્યું છે. તેનો દાવો છે કે, આ દેશની સૌથી મોટી રેડ ટનલ છે. એવામાં ટનલ બનાવવા માટે પહાડો તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે. રિસર્ચરોનું કહેવું છે કે, તેનું નેચરલ વોટર ડ્રેનેજની સમસ્યા પેદા થશે. આ ઉપરાંત બિન જરૂરી કન્સ્ટ્રક્શનના કારણે પહાડોમાં સ્ટોર થયેલું પાણી બહાર નિકળી રહ્યું છે. જેના કારણે જોશીમઠના માર્ગો અને ઘરોમાં ભયાનક તિરાડો જોવા મળી રહી છે.
ADVERTISEMENT