કિંગ ખાનની સુરક્ષામાં મોટી ચૂક, બે ગુજરાતી યુવકો મન્નતની દિવાલ કૂદીને ત્રીજા માળ સુધી પહોચી ગયા
મુંબઈ: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન વિશે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. શાહરૂખ ખાનની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. મુંબઈના બાંદ્રામાં કિંગ ખાનના ઘર મન્નતમાં…
ADVERTISEMENT
મુંબઈ: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન વિશે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. શાહરૂખ ખાનની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. મુંબઈના બાંદ્રામાં કિંગ ખાનના ઘર મન્નતમાં બે અજાણ્યા લોકો ઘૂસ્યા. આ મામલો ગુરુવારે રાત્રે લગભગ 9.30 વાગ્યાનો છે. સુરતના બે રહેવાસીઓ સિક્યુરિટી ગાર્ડને ચકમો આપીને દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યા હતા. આ બંને શખ્સો શાહરૂખના ઘરના ત્રીજા માળે પહોંચ્યા હતા. સુરક્ષાકર્મીઓની નજર તેના પર પડ્યા બાદ તેને પકડીને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર ધરપકડ કરાયેલા બંને યુવકોની ઉંમર 21થી 25 વર્ષની વચ્ચે છે. આ મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે આ મામલે ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ વધુ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પરવાનગી વગર બંગલામાં પ્રવેશ કરવો પણ સામેલ છે.
બંને યુવકો ગુજરાતના રહેવાસી
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ બંને યુવકો શાહરૂખના ઘરમાં પ્રવેશ્યા ત્યારે અભિનેતા તે સમયે ત્યાં હાજર નહોતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને શખ્સો ગુજરાતના રહેવાસી છે અને શાહરૂખ ખાનના ચાહક છે. તે શાહરૂખને મળવા ગુજરાતથી મુંબઈ આવ્યો હતો.
ADVERTISEMENT
ગૌરી ખાન વિવાદમાં ફસાઇ
બીજી તરફ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલી છે. ગઈ કાલે લખનૌમાં ગૌરી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મુંબઈના રહેવાસી કિરીટ જસવંત શાહે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે લખનૌમાં તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડ પાસેથી કરોડોની કિંમતનો ફ્લેટ ખરીદ્યો હતો. તેનું કહેવું છે કે તેણે કંપનીને અત્યાર સુધીમાં 86 લાખ રૂપિયા ચૂકવ્યા છે, પરંતુ હજુ સુધી ફ્લેટ મળ્યો નથી. જસવંત કહે છે કે ગૌરી ખાન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે. ગૌરી ખાનની પબ્લિસિટીથી પ્રભાવિત થઈને જ તેણે આ ફ્લેટ લીધો હતો, તેથી તે તેની સામે એફઆઈઆર કરાવે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT