ગાંધીનગર નેશનલ ગેમ્સમાં રમવા ગયેલી સુરતની 17 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, ગર્ભ રહેતા ફૂટ્યો ભાંડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ગોડાદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 17 વર્ષની દિકરી ગાંધીનગરમાં થોડા મહિના પહેલા નેશનલ ગેમ્સમાં રમવા માટે ગઈ હતી. જ્યાં તેની મુલાકાત મહેસાણાથી આવેલા ખેલાડી સાથે થતા તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં કિશોરીને પેટમાં દુ:ખાવો થતા તેના પિતા હોસ્પિટલમાં લઈ ગયા તો ચાર માસનો ગર્ભ હોવાની જાણ થતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અને મહેસાણાથી આવેલા આ ખેલાડી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: આદિવાસી બાળકો માટે ભાજપના ધારાસભ્યએ કર્યા ધરણાં , હવે તંત્ર થયું દોડતું

ADVERTISEMENT

સોશિયલ મીડિયામાં હતા કોન્ટેકમાં
ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પુત્રી 17 વર્ષીય યુવતી  જુનાગઢ ખાતે સ્કુલમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. થોડા મહિના પહેલા ગાંધીનગર ખાતે નેશનલ ગેમ્સ ચાલતી હતી. ત્યારે આ કિશોરી ત્યાં સોફ્ટ બોલની ખેલાડી તરીકે ગુજરાત ટીમમાંથી ગઈ હતી. ત્યાં મહેસાણાથી પ્રકાશભાઈ ઠાકોર નામનો ખેલાડી પણ ત્યાં આવ્યો હતો. ત્યારે બંને વચ્ચે મિત્રતા થતા તેઓ જે હોટેલમાં રોકાયા હતા ત્યાં જ તેમણે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં બંને સોશિયલ મિડીયા ઉપર કોન્ટેક્ટમાં હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT