દિલ્હી-NCR માં 5.7 ની તીવ્રતાના ધરતીકંપના ઝટકા, લોકો ગભરાઈ ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : દિલ્હી એનસીઆમાં ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. 5.8 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. આ ધરતીકંપની અસર દિલ્હી, એનસીઆર અને જમ્મુ કાશ્મીર સુધી અનુભવાઇ હતી. તજાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને લાહોરમાં પણ ધરતીકંપના ઝટકા અનુભવાયા હતા. ભારતીય સમયાનુસાર સાંજે 7.57 વાગ્યે ધરતીકંપ આવ્યો હતો.

દિલ્હી-NCR માં ભુકંપના ઝટકાઓ અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરમાં પણ ધરતી હલી રહી છે. ત્યાં પણ લોકોને ભુકંપના ઝટકાઓ અનુભવાયા છે. આ ભુકંપની તીવ્રતા 5.9 હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદૂ કુશ વિસ્તાર હ્યો છે. હાલ કોઇ પણ પ્રકારના જાનમાલના સમાચાર સામે નથી આવ્યા, જો કે લોકોમાં દહેશત છે. તે અગાઉ પણ દિલ્હી-એનસીઆરમાં ભુકંપના ઝટકા અનુભવાઇ રહ્યા છે.

હવે દિલ્હી-એનસીઆર ભુકંપની દ્રષ્ટીએ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. ત્યાં જો વધારે તીવ્રતાનો ભુકંપ આવશે તો મોટા સ્તર પર તબાહી મચશે, નુકસાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ જ કારણે હવે ફરી દિલ્હી-એનસીઆરમાં ધરતી એટલી તેજ હલી કે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે, જેને મોટો ખતરો સતાવવા લાગ્યા છે.

ADVERTISEMENT

ન્યૂયરના દિવસે પણ દેશમાં અલગ અળગ સમયે ભુકંપના ઝટકા અનુભવાયા હતા. 1 જાન્યુઆરીના મોડી રાત્રે 11.28 વાગ્યેમ મેઘાલયના નોંગપોહમાં રિક્ટર સ્કેલ પર 3.2 તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. ત્યારે ભુકંપનું કેન્દ્ર ગોંગપોહમાં જમીનથી 10 કિલોમીટર અંદર હતો. તેની પહેલા ઉતરાખંડના ઉત્તરકાશીથી માંડી નેપાળ સુધી 27-28 ડિસેમ્બરે રાત્રે અઢીકલાકની અંદર અનેક ભુકંપના ઝટકાઓ અનુભવાયા હતા. ભુકંપનો પહેલો ઝટકો નેપાળમાં બાગલુંગ જિલ્લામાં અનુભવાયો હતો. પછી ખુંગાની આસપાસ ભુકંપનો બીજો ઝટકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT