અમદાવાદમાં જૂથ અથડામણ બાદ પોલીસ પર પથ્થરમારો કરનાર 28 ની ધરપકડ
અમદાવાદ : શહેરમાં ગઇકાલે બે જુથો વચ્ચે પથ્થરમારાની ઘટના બનીહ તી. પોલીસને ઘટના અંગે માહિતી મળતા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.…
ADVERTISEMENT
અમદાવાદ : શહેરમાં ગઇકાલે બે જુથો વચ્ચે પથ્થરમારાની ઘટના બનીહ તી. પોલીસને ઘટના અંગે માહિતી મળતા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બંન્ને જુથના ટોળાઓ વિખેરી નાખવામાં આવ્યા હતા. સ્થિતિ પર તત્કાલ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
પોલીસ ઘટના સ્થળે પહોંચતા તેના પર પણ પથ્થરમારો કરાયો હતો
પોલીસની કામગીરી દરમિયાન જો કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 2 પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે કડક કાર્યવાહી કરતા 32 આરોપીઓ વિરુદ્ધ નામજોગ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી.
પોલીસ દ્વારા 150 ના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી
પોલીસે 150 થી વધારેના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે પૈકી પોલીસે આખી રાત કોમ્બિંગ કરીને 28 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામની હાલ પોલીસ દ્વારા પુછપરછ પણ ચાલી રહી છે. પુછપરછના અંતે અથડામણના કારણ અને પોલીસ પર પથ્થરમારા સહિતની સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT