હોસ્પિટલમાં ચોર ઓક્સિજનની પાઇપ ચોરી ગયા, 20 બાળકોના શ્વાસ અટકી ગયા
અલવર : જિલ્લામાં રવિવારે મોડી રાત્રે ગીતાનંદ શિશુ હોસ્પિટલ પાછળના FBNC વોર્ડની ઓક્સિજન પાઈપલાઈન ચોરોએ કાપી નાખી. FBNC વોર્ડમાં લગભગ 20 નવજાત બાળકો ઓક્સિજન સપોર્ટ…
ADVERTISEMENT
અલવર : જિલ્લામાં રવિવારે મોડી રાત્રે ગીતાનંદ શિશુ હોસ્પિટલ પાછળના FBNC વોર્ડની ઓક્સિજન પાઈપલાઈન ચોરોએ કાપી નાખી. FBNC વોર્ડમાં લગભગ 20 નવજાત બાળકો ઓક્સિજન સપોર્ટ પર હતા. હોસ્પિટલના સ્ટાફ અને લોકોએ બાળકોને સિલિન્ડરમાંથી ઓક્સિજન પુરવઠ્ઠો પુરો પાડ્યો હતો. સૌથી રાહતની બાબત છે કે, આ દરમિયાન નવજાત શિશુને કોઈ તકલીફ પડી ન હતી. મળતી માહિતી મુજબ શહેરની ગીતાનંદ શિશુ હોસ્પિટલમાં હોસ્પિટલ પરિસરમાં મોડી રાત્રે ચોરોએ ઓક્સિજન સપ્લાયની પાઈપલાઈન ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચોરોએ અંધારાનો લાભ લઇને પાઇપલાઇન કાપી
ચોરોએ પોતાના પાઇપલાઇનના સ્વાર્થ માટે અંધારાનો લાભ લઈ પાઈપલાઈન કાપી નાખી હતી. હોસ્પિટલના FBNC વોર્ડમાં દાખલ 20 બાળકો ઓક્સિજન સપોર્ટ પર હતા.ઓક્સિજન સપ્લાય અચાનક બંધ થતાં ખળભળાટ મચી ગયો હતો. ગાર્ડે એલાર્મ વગાડ્તા તત્કાલ સ્ટાફ અને સ્થાનિક લોકો ઉપરાંત દર્દીના સંબંધીઓ દોડી આવ્યા હતા. આ લોકોની મદદથી બે ચોરોને ઝડપી લેવામાં આવ્યા હતા.
તત્કાલ સ્ટાફે હોસ્પિટલ પરિસરમાં રહેલી ઓક્સિજનની બોટલથી સપ્લાય શરૂ કર્યો
લોકોની મદદથી સ્ટાફે હોસ્પિટલના પરિસરમાં રાખેલા 10 ઓક્સિજન સિલિન્ડરને એફબીએનસી વોર્ડમાં લઈ ગયા અને ત્યાં નવજાત શિશુને ઓક્સિજન પુરવઠ્ઠો પૂર્વવત કરી દીધો હતો. આ બાબતની જાણ તાત્કાલિક હોસ્પિટલ પ્રશાસનને કરવામાં આવી હતી. અધિકારીઓએ ઈજનેરોને ઘટનાસ્થળે બોલાવ્યા અને તત્કાલ ઓક્સિજનની પાઇપ સહિતની સામગ્રી પુર્વવત કરી હતી. આઈસીયુમાં ઓક્સિજનનો પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો. હોસ્પિટલ પ્રશાસન આ મામલે તપાસ કરી રહ્યું છે. હોસ્પિટલમાં અગાઉ પણ અનેક ચોરીઓ થઈ ચુકી છે.
ADVERTISEMENT
વારંવાર ચોરીની ઘટના છતા પોલીસ પોતાની રીતે હપ્તાખોરીમાં વ્યસ્ત
પાઈપલાઈનની મોટર અને અન્ય સામાનની ચોરી થઈ છે પરંતુ પોલીસ તેની પરવા નથી. ચોરો સામે કોઈ પગલાં લેવાતા નથી. ગીતાનંદ શિશુ હોસ્પિટલ સ્થિત એફબીએનસી વોર્ડમાં બાળકો માટે આઈસીયુ છે. જેમાં ક્રિટિકલ બાળકોને ઓક્સિજન અને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવે છે. જો બાળકોને ઓક્સિજન ન મળે તો સ્થિતિ વિકટ પણ થઇ શકે છે. પોલીસ ચોરોની પૂછપરછ કરી રહી છે. લોકોએ ઘટનાસ્થળેથી બે ચોરને પકડીને પોલીસને હવાલે કર્યા છે. ચોરો સાથે તેમની ઝપાઝપી પણ થઈ હતી. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને ચોરોને પોતાની કસ્ટડીમાં લીધા હતા.પોલીસે જણાવ્યું હતું કે, તેમના અન્ય સાથીદારો સહિત સમગ્ર ગેંગને ઝડપવા માટેના પ્રયાસો આદર્યા છે.
ADVERTISEMENT