2 મોબાઇલ માટે આખા રાજ્યનું તંત્ર કામે લાગ્યું, NDRF-SDRF અને પોલીસનું સર્ચ ઓપરેશન
જયપુર: બે કરોડ રૂપિયાની લાંચ મુદ્દે આરોપી એસઓજીના ASP દિવ્યા મિત્તલના મોબાઇલ મહત્વના સાબિત થઇ શકે છે. જો કે આ મોબાઇલ તેણે આનાસાગર તળાવમાં ફેંકી…
ADVERTISEMENT
જયપુર: બે કરોડ રૂપિયાની લાંચ મુદ્દે આરોપી એસઓજીના ASP દિવ્યા મિત્તલના મોબાઇલ મહત્વના સાબિત થઇ શકે છે. જો કે આ મોબાઇલ તેણે આનાસાગર તળાવમાં ફેંકી દીધા હોવાની કેફિયત આપતા સમગ્ર તળાવમાં એસીબી દ્વારા મોબાઇલ શોધવા માટે તપાસ આદરવામાં આવી હતી. જો કે આખો દિવસ તપાસ છતા પણ મોબાઇલ મળ્યો નહોતો. રિમાન્ડ દરમિયાન જ્યારે એસીબીએ દિવ્યા મિત્તલની પુછપરછ કરી તો તેમણે મોબાઇલ આનંદસાગર તળાવમાં ફેંક્યાની વાત કબુલી હતી. આજે જયપુર એસીબીની ટીમ મોબાઇલ જપ્ત કરવા માટે દિવ્યા મિત્તલને લઇને અજમેર પહોંચી હતી.
દિવ્યા પોતાનો મોબાઇલ આનાસાગર તળાવમાં ફેંકી દીધો હતો
મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે જ્યારે દિવ્યા પોતાનો મોબાઇલ આનાસાગર તળાવમાં ફેંક્યો તે સમયે તે પોતાની સરકારી ગાડીમાં હતી. એટલા માટે સરકારી ગાડીના ડ્રાઇવર બહાદુરસિંહને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો. તળાવ ઉંડુ હોવાના કારણે એસીબીએ એસડીઆરએફની મદદ લીધી હતી. એસડીઆરએફના 10 જવાનોએ આશરે ત્રણ કલાક સુધી આનાસાગર તળાવમાં મોબાઇલ શોધ્યો હતો જો કે મોબાઇલ મળ્યો નહોતો.
અંધારુ થઇ જતા સર્ચ ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું
જો કે અંધારુ થઇ જવાના કારણે સર્ચ અભિયાનને અટકાવી દેવામાં આવ્યું. કાલે એકવાર ફરીથી એસીબી એસડીઆરએફની મદદથી સર્ચ કરી શકે છે. આજે સર્ચ દરમિયાન દિવ્યા મિત્તલ એસબીની કસ્ટડીમાં કારમાં જ રહ્યા હતા. થોડા સમય માટે મિત્તલનો એસીબીના અધિકારી સર્કિટ હાઉસ પણ લઇને પહોંચ્યા. જ્યાં દિવ્યા મિત્તલે થોડા સમય માટે આરામ કર્યા બાદ પરત ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
પોલીસ ફરિયાદમાં નામ હટાવવાના બદલે માંગી હતી લાંચ
અત્રે ઉલ્લેખનીય છે કે, 2021 માં અજમેર પોલીસે કાર્યવાહી કરતા 16 કરોડ રૂપિયા કરતા વધારેની કિંમતની નશીલી દવાની ખેપ પકડી હતી. જેમાં જયપુરમાં સાડા પાંચ કરોડ અને અજમેરમાં 11 કરોડની દવાઓ સાથે આરોપી પકડ્યા હતા. આ મુદ્દે તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી હતી. આ કેસમાં નામ હટાવવા માટે એડીશનલ એસપી દિવ્યા મિત્તલ પર લાંચ માંગી હતી. જો કે આરોપી દ્વારા ACB નો સંપર્ક કરાતા IPS અધિકારી રંગેહાથ ઝડપાયા હતા.
ADVERTISEMENT