નકલી PSI કાંડમાં મોટી કાર્યવાહી, કરાઈ એકેડમીમાંથી એક સાથે PI-ADI કક્ષાના આટલા અધિકારીઓ સસ્પેન્ડ
ગાંધીનગર: કરાઈ એકેડમીમાં નકલી PSI પકડાયા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી PSI વિવાદમાં હવે 2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 4 ADIને સસ્પેન્ડ કરવામાં આવ્યા…
ADVERTISEMENT
ગાંધીનગર: કરાઈ એકેડમીમાં નકલી PSI પકડાયા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી PSI વિવાદમાં હવે 2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 4 ADIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સૂત્રો મુજબ આગામી સમયમાં હજુ પણ વધુ ઉચ્ચ અધિકારીઓ પર તવાઈ આવી શકે છે. ખાસ બાબત છે કે, ડોક્યુમેન્ટમાં છેડછાડ કરીને મયુર તડવી નામનો યુવક PSIની પરીક્ષામાં પાસ થયાનું દર્શાવી કરાઈ એકેડમી સુધી પહોંચી ગયો હતો. 1 મહિનાથી તે ટ્રેનિંગ પણ લઈ રહ્યો હતો. જોકે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલો ઉઘાડો પાડતા ખળભળાટ મચી ગયો હતો.
8 દિવસના રિમાન્ડ પર છે મયુર તડવી
ગત 1લી માર્ચના રોજ કરાઇ પોલીસ એકેડેમીમાંથી નકલી PSI મયુર તડવીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે. આમ 10 માર્ચ સુધી આરોપી મયુર તડવી પોલીસની રિમાન્ડમાં છે.
ડભોડા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ
ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનમાં નકલી PSI મયુર તડવી સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ આદરી હતી. ગઈકાલે સાંજે મયુર તડવીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે માટે મયુર તડવીની પુછપરછ કરવી ખુબ જ જરૂરી છે. જેના કારણે મયુર તડવીની ગઇ કાલથી જ પુછપરછ ચાલી રહી હતી.
ADVERTISEMENT
નકલી PSI બનવા માટે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ ઉભા કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, મયુર તડવીએ કરાઇ પોલીસ એકેડેમીમાં નકલી PSI બનીને પ્રવેશ મેળવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે, મયુર તડવીએ ન માત્ર કરાઇ પોલીસ એકેડેમીમાં પ્રવેશ મેળવી લીધો હતો. એક મહિનાથી વધારે સમયની ટ્રેનિંગ પણ પુર્ણ કરી હતી અને એક સરકારી પગાર પણ મેળવી લીધો હતો. જો કે યોગ્ય સમયે યુવરાજસિંહે આ સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો હતો. જેના કારણે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો આવું ન થયું ન હોત તો કદાચ તે સફળતા પુર્વક પોતાની ટ્રેનિંગ પુર્ણ કરીને કોઇ જિલ્લામાં નોકરી પણ મેળવી લેત. જો કે અગાઉ પણ આવા અનેક PSI પણ પાસ થઇ ગયા હોય તો નવાઇ નહી.
ADVERTISEMENT