જમવા બાબતે થઈ બોલાચાલી, ગુસ્સે થયેલા પતિએ પત્નીને ઉતારી દીધી મોતને ઘાટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. હત્યારા પતિને પોલીસે ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામમાં પરેશ દલપતભાઈ રાઠોડ તેની પત્ની પદમાબેન સાથે રહેતો હતો. ગત રાતે દંપત્તી વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રોષે ભરાઈ પતિએ પોતાની જ પત્નીને  માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી તેની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ત્યાંથી ફરાર થયો હતો.

ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને આરોપી પતિ હત્યા કર્યા બાદ ગામની સીમમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આખરે હત્યા કરનાર આરોપી પરેશ દલપતભાઈ રાઠોડને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: દ્વારકા જિલ્લામાં ભાજપના નેતા ભૂલ્યા ભાન, ડાયરામાં કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

પુત્ર સામે જ માતાની હત્યા
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે કહ્યું કે, પતિ સાથે ઝઘડો કર્યા બાદ પત્ની તેની નાની માસૂમ પુત્રીઓ સાથે ઘરના આંગણામાં સૂતી હતી. આ દરમિયાન આરોપી પતિ ત્યાં આવ્યો અને બંને બાળકીઓ નાની, સુમિત્રા અને પત્ની કાલીને પથ્થરો વડે માર માર્યો. આ ઘટના સમયે આરોપીના અન્ય બે બાળકો પણ હાજર હતા.  મોટા પુત્રએ આ સમગ્ર ઘટના જોઈને ઘરની બહાર નીકળી ગયો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT